સુરત : ‘વ્યાજ ન ચુકવવુ હોય તો મારી સાથે શારીરિક સંબંધો બાંધવા પડશે..’, ધમકી આપી ફાયનાન્સરે યુવતી પર ગુજાર્યો બળાત્કાર

વરાછામાં પાર્લર ચલાવતી યુવતી સાથે આચર્યુંં દુષ્કર્મ

સુરતમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. મોટા વરાછાની પરિણીતાએ વ્યાજે લીધેલા 5.50 લાખનું વ્યાજ માફ કરવું હોય શારીરિક સંબંધ બાંધવા પડશે તેમ કહી સતત બે વર્ષ સુધી વરાછા, કામરેજની હોટેલમાં તથા કતારગામમાં મિત્રને ઘરે લઈ જઈ યૌનશોષણ કરનાર ફાયનાન્સર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. પરિણીતા અને ફાયનાન્સર વચ્ચે યૌન સંબંધની ખબર પડી જતાં પતિએ છૂટાછેડા આપી દીધા હતા.

અમરોલી સ્થિત મોટા વરાછા વિસ્તારમાં રહેતી 30 વર્ષીય યુવતીનો તેની બહેનાના ઘરે આવતા યુવક સાથે પરિચય થયો હતો. આ પછી યુવકે યુવતી સાથે મિત્રતા કેળવી હતી. તેમજ યુવતીને બ્યુટી પાર્લર ખોલવા પૈસાની જરૂર હોય, તેને વ્યાજે રૂપિયા આપી મદદ કરી હતી. યુવતી સમયસર વ્યાજ ચૂકવી દેતી હતી, પરંતુ યુવકની નજર યુવતી પર હતી. જેથી એક દિવસ વ્યાજ મુદ્દે વાત કરવાનું કહીને યુવતીને કતારગામ બોલાવી હતી. અહીં તેને કારમાં બેસાડી કોલ્ડ્રિંક્સ પીવડાવ્યું હતું. જેમાં તેણે પહેલાથી ઘેની પદાર્થ ભેળવી દીધું હતું.

પીણું પીવડાવ્યા પછી યુવક યુવતીને વરાછાની હોટલમાં લઈ ગયો હતો અને અહીં તેની સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ પછી તેને ધમકી આપી હતી કે, આ અંગે કોઈને વાત કરશે તો તે તેના પતિને કહી દેશે તેમજ તેને બદનામ કરી નાંખશે. એટલું જ હનીં, તેણે તેના પિતાને મારી નાંખવાની અને દીકરીને ઉપાડી જવાની ધમકી આપી હતી. જેથી યુવતી ડરી ગઈ હતી.

બળાત્કાર પછી યુવતી ચૂપ રહેતા વ્યાજખોરની હિંમત વધી ગઈ હતી અને તેને વારંવાર ધમકી આપી અલગ અલગ જગ્યાએ તેની સાથે પરાણે શરીર સંબંધ બાંધતો હતો. એટલું જ નહીં, તે બ્યુટી પાર્લર જઈને હંગામો પણ કરતો હતો અને તેને પરેશાન કરતો હતો. એક વર્ષ સુધી સહન કર્યા પછી યુવતીની ધીરજ ખૂટતા તેણે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપી ફરાર થઈ ગયો છે. હાલ આ મામલે પોલીસે આરોપીને દબોચી લેવા વધુ તજવીજ હાથ ધરી છે.

 69 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર