નવસારીમાં સગીરા સાથે દુષ્કર્મ, વિધર્મી યુવક સામે ફરિયાદ

ઘરમાં ઘુસી ચાકુની અણીએ ગુજાર્યો બળાત્કાર

ખેરગામમાં પરપ્રાંતિય સગીર વયની પુત્રીને વિધર્મી યુવાન હિન્દુ નામ જણાવીને ફ્રેન્ડશિપ કરવાનું કહીને સોશિયલ મીડિયાનું આઈડી લઈ મેસેજ કરતો હતો. જોકે સોશિયલ મીડિયા દ્વારા જ વિધર્મી યુવકની સાચી ઓળખ થઈ જતા સગીરેએ ફ્રેન્ડશિપ રાખવાની ના પાડી દીધી હતી. તેમ છતાં વિધર્મી યુવક જબરદસ્તીથી તેના ઘરમાં પ્રવેશી ચાકુની અણીએ તેની ઉપર અવારનવાર બળાત્કાર ગુજારતો હતો. એટલું જ નહીં,  સગીરા પ્રેમસંબંધ નહીં રાખે તો પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. આ અંગે પીડિતાના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ખેરગામના પટેલ ફળિયામાં વ્હોરા ગલીમાં રહેતા હુસેન મનોવર વોહરાએ ખેરગામની જ એક સગીરા મમતા (નામ બદલ્યું છે) (ઉ.વ. 14)ના ઘરની બાજુમાં આવી ગેરેજ પાસે બોલાવી તેની સાથે ફ્રેન્ડશીપ કરવાનું જણાવ્યું હતું. તેણે તેણીને પોતાનું નામ લાલુ બતાવી હિન્દુ હોવાનું જણાવી તેણીને વિશ્વાસમાં લીધી હતી. તેણીની પાસે ઈન્સ્ટાગ્રામ આઇડી માંગી જેમાં યુવતીએ મેસેજ જોતા તેના ઈન્સટાગ્રામ ઉપર યુવક વિધર્મી જ્ઞાતિનો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી યુવતીએ તેની સાથે પ્રેમસંબંધ નહીં રાખવાનું જણાવ્યું હતું. તેણે સગીરાને ચાકુ બતાવી પ્રેમસંબંધ નહીં રાખશે તો ચાકુ મારીને તેને તથા તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ યુવકે ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર 2021 દરમિયાન યુવતીના માતાપિતા તેમની દુકાને હોય તે સમયે યુવતીના ઘરે જઇ તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરતો હતો. યુવતીના પરિવારને આ બધી જાણ થતાં તેમણે યુવતીને ફોન આપવાનું બંધ કરી બહાર આવવા જવા પર પાબંદી લગાવી દીધી હતી. 20મી નવેમ્બરે હુસેન વોહરા સાંજે 5થી 6 વાગ્યા દરમિયાન તેના મિત્રો સાથે રોડ પર આવી ચાકુ લઇને યુવતીના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં યુવતી તથા તેની મમ્મી હાજર હોય તેઓને ચાકુ બતાવી જણાવેલું કે મમતા મારી જ છે અને મારી સાથે રહેશે અને લગ્ન પણ કરશે અને નહીં કરશે તો તેને તથા ઘરનાને ચાકુ મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ સગીરાના પિતાએ આપી હતી.

કોરોનામાં શાળાઓ બંધ થતાં ઓનલાઈન શિક્ષણ કરવા વાલીએ દીકરીને અભ્યાસ માટે મોબાઈલ ફોન આપ્યો હતો. ગત નવરાત્રિમાં બે દિવસ પહેલા યુવતીના મોબાઈલ પર આ યુવકનો ટેક્સ મેસેજ તેમજ ઇન્સ્ટાગ્રામ આઈડી પર પ્રેમસંબંધ બાબતનો મેસેજ આવ્યો ત્યારે માતા-પિતાને યુવક વિશે જાણ થઈ હતી.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી