ગુમ થયેલી સ્વીટી પટેલ હાર્દિક પંડ્યાની ભાભી હતી!

સ્વીટીનો પૂર્વ પતિ ક્રિકેટર હાર્દિક પંડ્યાના ફઈબાનો દીકરો

વડોદરા જિલ્લા SOGના પીઆઇ એ.એ.દેસાઈનાં પત્ની સ્વીટી પટેલ ગુમ થવાના ચકચારી પ્રકરણમાં પીઆઇ એ.એ. દેસાઇનો નાર્કો ટેસ્ટ અને પોલીગ્રાફ ટેસ્ટ કરવા માટે કરજણ કોર્ટે મંજૂરી આપી દીધી છે. આગામી દિવસોમાં પીઆઇના બંને ટેસ્ટ કરાશે. હાલ પોલીસની ટીમો 7 દિવસથી દહેજ પંથકનાં ગામોમાં સર્ચ ઓપરેશન કરી રહી છે. પરંતુ સ્વીટી પટેલના કોઈ વાવડ મળ્યા નથી. જેમ જેમ દિવસો પસાર થતા જાય છે તેમ તેમ સ્વિટી પટેલ મુદ્દો વધારેને વધારે ગુંચવાતો જાય છે.

38 દિવસથી ગુમ સ્વીટી પટેલેને શોધવા પોલીસ આકાશ પાતાળ એક કરી કરી રહી છે. સ્વીટીનો પૂર્વ પતિ ક્રિકેટર હાર્દિક પંડ્યાના ફઈબાનો દીકરો છે. આ સંબંધે સ્વીટી પટેલ હાર્દિક પંડ્યાની ભાભી થતી હતી. જો કે બાદમાં સ્વીટી અને હેતસ પંડ્યાએ ડિવોર્સ લઈ લીધા હતા.

રિધમ પંડ્યાના દાદા મહેશ પંડ્યાએ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, લગભગ વીસેક વર્ષ પહેલા હેતસ અને સ્વીટીના લગ્ન થયા હતા. સ્વીટી અને હેતસ પંડ્યા બન્ને એક જ ગામના પણસોરાના છે. બન્ને કોલેજમાં પ્રેમમાં પડ્યા હતા. ત્યાર બાદ બન્નેએ લગ્ન કરી લીધા. આ સમયે હું દુબઈ હતો. મને તેમના પ્રેમ સંબંધોની કોઈ જાણ નહોતી. બન્નેએ પહેલા લવ મેરેજ કરી લીધા હતા. આ લગ્ન અંગે પણ મને બાદમાં જાણ થઈ હતી. હું બહાર રહેતો હોવાથી મને કોઈપણ પ્રકારની વાત કરતા નહીં.

 171 ,  3