September 18, 2021
September 18, 2021

મિશન 2022 : ભાજપે ચૂંટણીનું બ્યૂગલ ફૂંક્યુ

પાંચ રાજ્યોમાં ચૂંટણી પ્રભારીની કરી જાહેરાત

દેશમાં આગામી સમયમાં કેટલાંક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે જેને લઇને 2022ની વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. એટલે કે પાર્ટીએ આજે પાંચ રાજ્યો માટે પોતાના પ્રભારીઓની જાહેરાત કરી દીધી છે. જેમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્રપ્રધાનની ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પ્રભારી તરીકે વરણી કરવામાં આવી છે. તો પ્રહલાદ જોશીની ઉત્તરાખંડમાં ચૂંટણી પ્રભારી તરીકે વરણી કરવામાં આવી છે. ગજેન્દ્રસિંહની પંજાબનાં ચૂંટણીલક્ષી પ્રભારી તરીકે વરણી કરાઇ તો ભુપેન્દ્ર યાદવની મણિપુરનાં પ્રભારી તરીકે વરણી કરાઇ છે. જ્યારે દેવેન્દ્ર ફડણવીસની ગોવાનાં પ્રભારી તરીકે નિમણૂંક કરાઇ છે.

ભાજપે 5 રાજ્યોની ચૂંટણી માટે પ્રભારી અને સહપ્રભારીઓના નામની જાહેરાત કરી છે. જેમાં એક વાર ફરી ગુજરાતના સાંસદોને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં વિગતે વાત કરીએ તો દર્શના જરદોષને ગોવામાં ઇલેક્શન સહ પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે. તો સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાને પંજાબ ઇલેક્શનમાં સહપ્રભારીની જવાબદારી અપાઇ છે. પ્રદેશ બીજેપીના પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવને પણ મણિપુર ઇલેક્શન પ્રભારી બનાવાયા છે.

નોંધનીય છે કે, આ પાંચ રાજ્યો પૈકી ચાર રાજ્યોમાં ભાજપની સરકાર છે જયારે એક રાજ્યમાં કોગ્રેસની સરકાર છે.

 32 ,  1