Video: ધમાકેદાર ડાયલોગ સાથે ‘મિશન મંગલ’નું જબરદસ્ત Trailer થયું રિલીઝ

15 ઓગસ્ટે રિલીઝ થનારી મલ્ટીસ્ટારર ફિલ્મ મિશન મંગલનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરે નોંધાયેલી સ્પેસ ફિલ્ડની સફળતાને આ ફિલ્મમાં દર્શાવવામાં આવશે. થોડા સમય પહેલાં આ ફિલ્મનું પોસ્ટર અને 45 સેકન્ડનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું અને એેને સારી એવી સફળતા મળી હતી.

અક્ષય કુમાર આ ફિલ્મમાં સિનિયર સાયન્ટિસ્ટના રોલમાં છે. મહિલા વૈજ્ઞાનિકોની ટીમે આ મિશનને સફળતા અપાવી હતી તેની પ્રેરણાત્મક વાત બતાવવામાં આવી છે. ટ્રેલરમાં ઇસરોના સભ્યોએ કઈ રીતે દરેક મુશ્કેલીભર્યા પડકારનો સામનો કરીને મિશન પાર પાડ્યું તેની દિલધડક સ્ટોરી બતાવવામાં આવી છે.

અક્ષયકુમારનું કહેવું છે કે તેણે ‘મિશન મંગલ’ તેની દીકરી નિતારા માટે કરી છે. તેનું કહેવું છે કે આ એક એવી ફિલ્મ છે જે આવનારી પેઢીઓને પ્રેરણા આપશે, ભારતે મંગળ ગ્રહના પ્રોજેકટને મિશન મંગળ નામ આપ્યું હતું અને આ ફિલ્મની સ્ટોરી એ સત્ય ઘટના પર આધારીત છે.

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી