September 26, 2022
September 26, 2022

Video: રિલીઝ થયું ફિલ્મ ‘મિશન મંગલ’નું ટીઝર, અક્ષયનો લુક ઈમ્પ્રેસ કરે છે…

અક્ષય કુમાર, તાપસી પન્નૂ, વિદ્યા બાલન, સોનાક્ષી સિન્હા અને શરમન જોશી અભિનીત આગામી હિન્દી ફિલ્મ ‘મિશન મંગલ’નું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝર આશરે 45 સેકંડનું છે. આ ફિલ્મ 15 ઓગસ્ટના દિવસે રિલીઝ થઈ રહી છે અને એમાં ઇતિહાસમાં નોંધાયેલી ભારતની સફળતા દર્શાવવામાં આવી છે.

ફિલ્મના ટિઝરને શેર કરતા અક્ષયે લખ્યું છે એક દેશ, એક સ્વપ્ન, એક ઇતિહાસ. દેશની સાચી કહાની. આ ટિઝરને અક્ષય કુમાર સિવાય ફિલ્મની ટીમે પણ શેર કર્યું છે. ફિલ્મમાં અક્ષય કુમાર એક વૈજ્ઞાનિકનું કિરદાર નિભાવી રહ્યો છે. ફિલ્મમાં અક્ષયનું નામ રાકેશ ધવન છે, જે આ મિશનના હેડ તરીકે નજરે ચઢે છે.

ફિલ્મમાં અક્ષય એક વૈજ્ઞાનિકનો રોલ ભજવી રહ્યો છે. ફિલ્મમાં અક્કીનું નામ રાકેશ ધવન છે. આ મિશન મંગલની ટીમમાં તારા શિંદે (વિદ્યા બાલન), કૃતિકા અગ્રવાલ (તાપસી પન્નુ), એકા ગાંધી (સોનાક્ષી સિંહા), શરમન જોશી (પરમેશ્વર નાયડુ), નેહા સિદ્દીકી (કૃતિ કુલ્હારી) જોવા મળે છે.

આ ફિલ્મ સ્પેસ વિજ્ઞાની રાકેશ ધવનનાં જીવન પર આધારિત છે. મંગળના ગ્રહ પર ભારતના પ્રથમ સેટેલાઈટને લોન્ચ કરવાના મિશનમાં વિજ્ઞાનીઓને નડતા અવરોધો અને સમક્ષ ખડા થતા પડકારો અને આખરે મેળવેલી અનન્ય સિદ્ધિને દર્શાવવામાં આવી છે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી