દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીના પુત્ર પર બળાત્કારનો આરોપ, ફરિયાદ દાખલ

દુષ્કર્મ બાદ દબાણપૂર્વક ગર્ભપાત અને છેતરપિંડીનો આરોપ, મુંબઈ પોલીસે દાખલ કર્યો કેસ 

બોલિવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તીના પુત્ર મહાક્ષય પર બળાત્કાર, છેતરપિંડી અને બળજબરીથી ગર્ભપાત કરાવવાનો આરોપ લાગ્યો છે. આ મામલે 38 વર્ષની એક મહિલાએ મુંબઇના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. એટલું જ નહીં મહિલાએ મિથુન ચક્રવર્તીની પત્ની યોગિતા બાલી પર ધમકીનો પણ આરોપ લગાવ્યો છે.

પીડિતાએ આરોપ લગાવ્યો છે કે, અભિનેતા મિથુન ચક્રવર્તીના પુત્ર મહાક્ષયની સાથે તે 2015થી રિલેશનશિપમાં હતી. મહાક્ષયે તે દરમિયાન તેને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યો હતો.

મહિલાએ આરોપ લગાવ્યો છે કે, વર્ષ 2015માં મહાક્ષયે તેને ઘરે બોલાવી હતી. તેણે સોફ્ટ ડ્રિંકમાં કેફી પદાર્થ આપ્યો હતો. ત્યારબાદ મહાક્ષયએ તેની મરજી વિરૂદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. મહાક્ષય તેને લગ્નની લાલચ આપી અનેક વાર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવ્યો છે.

પીડિત મહિલાના જણાવ્યા મુજબ, મહાક્ષય સાથે વર્ષ 2015થી 2018 સુધી રીલેશનશીપમાં હતી અને આ દરમિયાન તેમણે વાયદો કર્યો હતો કે તે લગ્ન કરશે. તેમણે આગળ કહ્યું કે એકવાર અંધેરી વેસ્ટમાં આદર્શનગર સ્થિત ફ્લેટમાં મહાક્ષય તેને લઈને ગયો અને ત્યાં સોફ્ટ ડ્રીંકમાં દવાઓ મિક્સ કરીને શારીરિક સંબંધો બનાવ્યા. 

પીડિતાએ આરોપ લગાવ્યો કે તે ગર્ભવતી થઇ ગઈ હતી. મહાક્ષયે ગભર્પાત કરવા માટે દબાણ કર્યું. તેના માટે તેને દવાઓ પણ આપી. વર્ષ 2018માં તેણે પીડિતાને કહ્યું કે તે લગ્ન કરશે નહીં જે બાદ બંને વચ્ચે ઝઘડો થઇ ગયો. પીડિતાએ જ્યારે યોગીતા બાલીને ફોન કર્યો તો તેમણે પણ તેને ધમકાવી. 

આ ઘટના બાદ તે પરિવાર સાથે દિલ્હી રહેવા જતી રહી હતી જ્યાં જૂન 2018માં ફરિયાદ દાખલ કરવામાં આવો હતી. આ તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપી દેવામાં આવ્યા જે બાદ દિલ્હીની અદાલતે મહાક્ષય અને તેમની માતાને આગોતરા જામીન આપી દીધા. 

 66 ,  1