હળવદમાં મીયાણા યુવાનની છરીનો ધા ઝીકી હત્યા : પાંચ સામે નોંધાયો ગુનો

મિત્રની મશ્કરી કરનારાને સમજાવવા ગયેલા યુવાનને ઉતારી દીધો મોતને ઘાટ

મોરબી જી.આઇ.ડી.સી. વિસ્તારમાં મિત્રની મશ્કરી કરનારા શખ્સોને સમજાવવા માટે ગયેલા યુવાન ઉપર છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો જેથી કરીને યુવાનને છરીનો જીવલેણ ઘા વાગી જતાં તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજતા હળવદ પોલીસે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને હત્યા સહિતની કલમ હેઠળ પાંચ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ માળીયાના નવા અંગીયાસરના રહેવાસી અને હાલમાં હળવદ જી.આઇ.ડી.સી.વિસ્તાર રહેતા હારૂનભાઇ કાસમભાઇ જંગીયા જાતે.મીયાણા (ઉ.વ .૨૧)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આરીફભાઇ મહેબુબભાઇ મીયાણા, હૈદરભાઇ મોવર, ગફુર ઇસાભાઇ કાજેડીયા, કાસમ ઇસાભાઇ કાજેડીયા અને અબ્દુલ ઇસાભાઇ કાજેડીયા રહે.બધા હળવદ જી.આઇ.ડી.સી. વિસ્તાર વાળાની સામે હાલમાં હળવદ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં રહેતા તેના ભાઈ અવેશ કાસમભાઇ જંગીયાની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

જેમાં જણાવ્યુ છે કે, હળવદ જી.આઇ.ડી.સી.માં ઉમર સાથે આરીફભાઇ મહેબુબભાઇ મીયાણા મશ્કરી કરી ઝગડો કરેલ હતો જેથી મૃતક યુવાન અવેશ કાસમભાઇ જંગીયા તેને સમજવવા માટે ગયો હતો ત્યારે આરોપીઓએ એક સંપ કરી ગેરકાયદે મંડળી રચી છરી તથા ધોકા જેવા જીવલેણ હથીયાર ધારણ કરીને હુમલો કર્યો હતો અને ત્યારે આરીફભાઇ મહેબુબભાઇ મીયાણાએ અવેશને છરીનો પીઠના ભાગે જીવલેણ ઇજા કરી હતી તથા હૈદરભાઇ મોવરએ ધોકા વતી સામાન્ય ઇજા કરી હતી તથા તમામ આરોપીઓએ ઢીકા પાડુનો માર મારી જીવલેણ ઇજા કરી હતી જેથી અવેશ કાસમભાઇ જંગીયાને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.

જો કે, તેનું મોત નિપજતા મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ઇ.પી.કો. કલમ -૩૦૨, ૩૨૩,૧૪૩, ૧૪૭, ૧૪૮,૧૪૯ તથા જી.પી.એકટ -૧૩૫ મુજબ ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જનક રાજા

 54 ,  1