અલ્પેશ ઠાકોરનું HCમાં સોગંદનામું, કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું નથી

કોંગ્રેસમાંથી ચૂંટાયેલા અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા મામલે કોંગ્રેસે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં અલ્પેશ ઠાકોરે ગુજરાત હાઇકોર્ટમાં ચોંકાવનારું સોગંદનામું રજૂ કર્યું હતું કે, તેણે કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યું નથી. તેમજ કોંગ્રેસની અરજી કાયદેસર રીતે ટકવા પાત્ર પણ નથી.

અલ્પેશ ઠાકોરનો મોટો ધડાકો કરીને દાવો કર્યો છે કે, તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું નથી આપ્યું. તેના કહેવાતા કથિત રાજીનામાનો સ્વીકાર કે અસ્વીકાર પણ નથી થયો. સોશિયલ મીડિયાના માધ્યમથી તેનું ફરતું થયેલું રાજીનામું કાયદેસરનું રાજીનામુ ગણી શકાય નહિ અને તેના આધાર ઉપર તેની સામે ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી પણ થઈ શકે નહિ. 

 49 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી