ઇડરને પ્રવાસન ધામમાં સમાવેશ કરાતા ધારાસભ્ય હિતુ કનોડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી આભાર વ્યક્ત કર્યો

ઈડર ગઢને પ્રવાસન ધામમાં સમાવેશ કરવામાં આવતા ધારાસભ્ય હિતુ કનોડિયા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી અંતઃકરણ આભાર વ્યક્ત કરાયો.

દેશ ભરમાં પ્રખ્યાત ઈડર ગઢ પોતાની આગવી ઓળખ ધરાવે છે “ઈડર પૌરાણિક સમયના” ઇલ્વદુર્ગના નામે પ્રચલિત એક ઐતિહાસિક નગરી છે પુરાણો ઉપનિષદો અને વેદોમાં પણ ” ઇલ્વદુર્ગ ” નગરીનો ઉલ્લેખ જોવા મળે છે ” અમે ઇડરિયો ગઢ જીત્યારે આનંદ ભયો ” હંમેશા અમર રહેલો ઇડરિયો ગઢ આજેપણ ગુજરાતીઓ લગ્નમાં આ ગીતો ગાય છે. અરવલ્લીની ગિરીકંદાઓથી ઘરાયેલો ઇડરિયો ગઢ અનેક ઐતિહાસિક સ્મારકોનો સંગ્રહ કરી બેઠો છે અમૂલ્ય ઐતિહાસિક વારસો ધરાવતા અને બેનમુન સ્થાપત્યની ઘોરોહર એવા ઇડરિયા ગઢને સરકારના પ્રવાસન વિભાગ તરફથી પ્રવાસન ધામ તરીકે સામેલ કરવાના નિર્ણયથી ઈડર જનોમાં આનંદ સાથે ઉત્સાહ અને ઉમંગની માગણી જોવા મળી છે.

સરકારે અમારી લાગણી અને માગણી ધ્યાને લઈને ઈડરિયા ગઢનો પ્રવાસન ધામ તરીકે વિકસાવવાનો નિર્ણય લીધો તે બદલ ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયા દ્વારા પત્ર લખી સમગ્ર ઈડરની જનતા વતી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રવાસન વિભાગનો અંતકરણ પૂર્વક આભાર વ્યક્ત કરાયો હતો.

 24 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર