સાયબર ક્રાઇમનો ભોગ બન્યા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, અસમાજીક તત્વોએ નકલી ID બનાવી રૂપિયાની કરી માંગ

ઈમરાન ખેડાવાલાના નામે ઠગ ટોળકીએ ફેસબુક ID બનાવી લોકો પાસે પૈસા માગ્યા

અમદાવાદના જમાલપુર ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છે. કેટલાક અસામાજિક તત્વો દ્વારા તેમનુ ફેક એકાઉન્ટ બનાવી લોકો પાસેથી રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. ફેક એકાઉન્ટ મામલે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ નોઁધાવી છે. ઈમરાન ખેડાવાલાએ લોકોને આ ફેક એકાઉન્ટમાં કોઈ પણ વ્યવહાર ન કરવા અપીલ કરી છે. 

જમાલપુર ખાડીયા વિધાનસભા ના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા એ તેમના ફેસબુક એકાઉન્ટ પર એક લિંક શેર કરી લોકોને ચેતવ્યા છે. જેમાં જણાવ્યું છે કે “નમસ્કાર મારા નામની નીચે દર્શાવેલ લિન્ક ની  ફેક  ફેસબુક ID કોઈક અસમાજીક તત્વ દ્વારા બનાવવામાં આવેલ છે. https://www.facebook.com/profile.php?id=100047115314060આ કોઈ અસામાજીક તત્વએ  પૈસા ઠગવા માટે  બનાવેલ છે.

ઈમરાન ખેડાવાલાએ નિવેદન આપ્યું કે આ કોઈ અસામાજીક તત્વએ  પૈસા ઠગવા માટે  બનાવેલ છે જે paytm મારફતે પૈસાની માંગણી કરે છે તો આપ સૌને હું જાણ કરવા માંગુ છુ કે આ ID ફેક છે આપ કોઈના થી પણ કોઈ પણ પ્રકારની પૈસાની માંગણી કરે તો આપ એને કોઈ પણ પ્રકારની વાતોમાં આવતા નહિ અને પૈસા આપતા નહિ  આ ID બનાવટી છે.

જણાવી દઈએ, તાજેતરમાં આઇપીએસ અધિકારી સંજય ખરાટ, વિપુલ અગ્રવાલ સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હતા. ત્યારે હવે રાજકીય નેતા સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છે. 

 67 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર