ધારાસભ્યનો બફાટ : મહેનત-મજૂરી કરતા ભાજપના કાર્યકર્તાઓને કોરોના નથી

બેદરકારીના કારણે મહામારીનો રોગ વકર્યો : ગોવિંદ પટેલ

ચૂંટણી બાદ કોરોના વકર્યો છે તેવી ચારેકોર ચર્ચા છે. આવામાં રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે રાજકોટમાં ધારાસભ્ય ગોવિંદ પટેલનેનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, જે લોકો મહેનત કરે તેને કોરોના નથી થતો. ભાજપના કાર્યકરોએ મહેનત કરી હતી. તેથી ભાજપના કોઈ કાર્યકરને કોરોના નથી થયો. 

ધારાસભ્ય ગોવિંદ પટેલને ચૂંટણીના લીધે કોરોના ફેલાવવાના મામલે સવાલ કરવામાં આવ્યો ત્યારે કહ્યું કે, જે લોકો મહેનત અને મજૂરી કરે છે તેમને કોરોના નથી થતો. ભાજપના કાર્યકર્તાએ મહેનત અને મજૂરી કરી છે. એકપણ કાર્યકર્તા આનાથી સંક્રમિત થયો નથી. બેદકારીના કારણે મહામારીનો રોગ વકર્યો છે.

મીડિયા સાથે વાત કરતા દરમિયાન ધારાસભ્યએ પોતે યોગ્ય રીતે માસ્ક પહેર્યું ન હતું. ધારાસભ્ય ગોવિંદ પટેલે નાકથી નીચેથી માસ્ક પહેર્યું હતું. એક તરફ, યોગ્ય માસ્ક ન પહેરવા પર જનતાને દંડ થાય છે. નાકથી જરા પણ નીચે માસ્ક હોય તો દંડ વસૂલાય છે. સામાન્ય જનતાને પોલીસ અને તંત્ર દંડ ફટકારે છે, ત્યારે આવા નેતાઓ પર સરકાર શું પગલા લેશે. 

કોરોનાના કેસમાં ઉછાળા માટે લોકો જવાબદારઃ રૂપાણી

રાજ્યમાં ફરી એક વાર કોરોનાના દર્દીઓમાં જોરદાર ઊછાળો નોંધાઈ રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આશ્ચર્યજનક નિવેદન કરતાં કહ્યું છે કે, ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે તે માટે ચૂંટણી જવાબદાર નથી. જો ચૂંટણીના કારણે સંક્રમણ વધ્યું  હોય, તો મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં ક્યાં ચૂંટણી હતી ? આમ છતાં, ત્યાં પણ કેસ વધ્યા છે. રૂપાણીએ આ પહેલાં કહ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું તે માટે સામાન્ય લોકોની બેદરકારી જવાબદાર છે.

આમ રૂપાણી સરકારે સામાન્ય લોકોને જવાબદાર ગણાવીને હાથ ખંખેરી નાંખ્યા છે. તેમણે દાવો કર્યો કે, રાજ્ય સરકારે અને ભાજપે પણ કાર્યક્રમો રદ કર્યા છે, પરંતુ બજેટ પસાર કરવું પડે તેમ હોવાથી વિધાનસભા ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે કોરોના સામે લડવા માટે સંપૂર્ણ તૈયારી કરી છે અને લોકોએ  પેનિક કરવાની જરૂર નથી  પરંતુ સાવચેત રહેવું જરૂરી છે. તેમમે અપીલ કરી કે નાગરિકો માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે, ભીડ ના કરે તેમજ ઝડપથી વેક્સિન લઈ લે કેમ કે આપણી પાસે આ જ ઉપાય છે.

 75 ,  1