September 23, 2021
September 23, 2021

વિસનગરની એમ.એન કોલેજને હેરિટેજ કોલેજમાં મળ્યું સ્થાન

વડાપ્રધાન મોદીએ 1967માં પ્રિ-સાયન્સમાં કર્યો હતો અભ્યાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે કોલેજમાં અભ્યાસ કર્યો હતો, તે કોલેજને હેરિટેજ કોલેજમાં સ્થાન મળ્યું છે. મહેસાણા જિલ્લાની વિસનગરની એમ એન કોલેજને હેરિટેજ કોલેજમાં સ્થાન મળ્યું છે. એમ એન કોલેજમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અભ્યાસ કર્યો હતો. 1967માં પ્રિ-સાયન્સમાં અભ્યાસ કર્યો હતો. 

ગુજરાતના 2 પૂર્વ મુખ્યમંત્રી પણ આ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. આનંદીબેન પટેલે 1965-66 અને 1966-67 માં એમએસસી કેમેસ્ટ્રી વિષયમાં અભ્યાસ કર્યો હતો. શંકરસિંહ વાધેલાએ 1964માં એમએ ઇકોનોમિકસમાં અભ્યાસ કર્યો હતો.

રાજાશાહી સમયકાળની બે સ્કૂલો બાદ સરકારી કોલેજની ઈમારતનો હેરીટેજ શ્રેણી સમાવેશ આવી રહી છે ત્યારે મહેસાણામાં વિસનગરની એમ.એન. કોલેજને હેરિટેજ કોલેજની યાદીમાં સામેલ કરવામાં આવી છે.

આ કોલેજમાં દેશના વડાપ્રધાન મોદી અભ્યાસ કરી ચુક્યા છે. PM મોદીએ વર્ષ 1967માં પ્રિ સાયન્સમાં અભ્યાસ કર્યો હોવાનું મનાઈ રહ્યું છે એટલું જ નહીં ગુજરાતના બે પૂર્વ મુખ્યમંત્રી પણ આ કોલેજમાં અભ્યા કરી ચુક્યા છે. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ આ જ કોલેજમાં અભ્યાસ કર્યો હોય તેવું મનાઈ રહ્યું છે.

મહત્વનું છે કે આ પહેલા રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજના બિલ્ડિંગને પણ હેરિટેજ જાહેર કરવામાં આવી છે. જેનું બાંધકામ આઝાદી પહેલાનું હોવાનું મનાઈ રહ્યું છે ઈ.સ 1937માં કોલેજનું નિર્માણ કરાયું હોવાનું મનાય છે. આ કોલેજમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ રાજ્યસભાના સાંસદ સ્વર્ગવાસી અભય ભારદ્વાજ તેમજ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સહિતના દિગ્ગજ નેતાઓ આ કોલેજમાં અભ્યાસ કરી કર્યો છે.ઉલ્લેખનિ છે કે અગાઉ જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ સહિત 5 કોલેજ હેરિટેજ બિલ્ડિંગ જાહેર થઈ છે.

 86 ,  1