September 28, 2020
September 28, 2020

સેન્ટ્રલ જેલમાં SRP જવાન બન્યો સોદાગાર..! પ્રતિબંધિત વસ્તુઓ કેદીઓને કરતો સપ્લાય

SRP જવાન પાસેથી મોબાઇલ અને તમાકુ મળી આવી, રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ

રક્ષક જ જયારે ભક્ષક બને ત્યારે સામાન્ય નાગરિકોની સુરક્ષા બાબતે મોટી મુંઝવણ ઉભી થાય છે. શહેરની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓને મોબાઇલ અને ગુટખા પહોચાડવા જતાં એક એસઆરપી જવાનની જેલના જ ઝડતી સ્કોવર્ડે પકડી પાડયો છે. આ અંગે સાબરમતી જેલ સ્ટાફે રાણીપ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ છે. આ અંગેની વધુ તપાસ એસઓજીએ હાથ ધરી છે.

અમદાવાદની સેન્ટ્રલ જેલમાં મોબાઈલ પર પ્રતિબંધ છે છતાં કેટલીક વખત ચેકીંગ દરમિયાન કેદીઓ પાસેથી મોબાઈલ મળી આવે છે. ત્યારે હવે SRP જવાન પાસેથી મોબાઇલ અને તમાકુ મળી આવી છે. આ જવાન પ્રતિબંધિત વસ્તુઓ જેલમાં કેદીઓ સપ્લાય કરતો હોવાની શંકા છે. SRP જવાન વિરુદ્ધ રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

સાબરમતી સેન્ટ્રલ જેલમાં જેલર તરીકે ફરજ બજાવતા સુરેન્દ્રસિંહ કુંપાવતએ પોલીસ ફરિયાદ નોધાવી છે કે SRP ગ્રુપ 5 C કંપની ગોધરાના જવાન તેજપાલ સિંહ સોલંકી અતિ સંવેદનશીલ 200 ખોલી યાર્ડ નંબર 22 માં પોતાની ફરજ પર આવવા માટે જેલમાં દાખલ થયેલ આ દરમિયાન તેઓની તપાસ કરતા તેમની પીઠના ભાગે સેલોટેપથી ચોટાડેલ મોબાઈલ ફોન તેમજ ખિસ્સા માંથી 11 તમાકુની પડીકીઓ મળી આવી હતી.

SRP જવાન પાસેથી મળી આવેલ ફોનમાં કોઈ સીમકાર્ડ મળી આવ્યું નથી. રાણીપ પોલીસે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે. આ ફોન ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો ઉપરાંત તમાકુની પણ પડીકી મળી આવી છે. તો તે કોણ માટે લાવ્યો હતો અને અગાઉ આ રીતે સપ્લાય કર્યો છે કે નહિ તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

સામાન્ય રીતે કેદી પાસેથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવે છે પરંતુ આ તો SRP જવાન પાસેથી મળી આવતા અનેક શંકાઓ સેવાઈ રહી છે.સેન્ટ્રલ જેલમાં અનેક ગંભીર ગુનાના કેદીઓ અને આતંકીઓ પણ છે તેમ છતાં આ રીતે મોબાઈલ અન્ય વસ્તુઓની હેરાફેરી થઈ રહી છે તેને લઈને અનેક સવાલો છે.

 119 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર