મધ્યપ્રદેશમાં ઓનલાઇન ક્લાસમાં મોબાઇલ બ્લાસ્ટ, વિદ્યાર્થી ગંભીર રીતે દાઝ્યો

ઓનલાઈન ભણતા વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો….

કોરોના મહામારીએ લોકોનું જીવન સંપૂર્ણ રીતે બદલી નાખ્યું છે. જ્યારે ચારેબાજુ કોરોનાએ કહેર વર્તાવતા જનજીવન થંભી ગયું હતું. એ સમય દરમિયાન બાળકોની શાળાઓ બંધ હોવાથી દરેક સ્થળે ઓનલાઈન ક્લાસનો સિલસિલો શરૂ થયો. કોરોના મહામારીના ડર વચ્ચે બાળકો પોતાનો અભ્યાસ ચાલુ રાખવા માટે ઓનલાઈન ક્લાસ કરવા લાગ્યા, પરંતુ જે ઘટના સામે આવી છે તેનાથી સૌ કોઈ હેરાન છે, જેમાં વાલીઓએ ખાસ ચેતવા જેવી બાબત છે. મધ્યપ્રદેશના સતનામાં ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરી રહેલા એક વિદ્યાર્થીનાં ફોનમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટથી ધોરણ 8નો વિદ્યાર્થી ગંભીર રીતે દાઝ્યો હતો. લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટના સતના જિલ્લાના નાગૌર તહસીલના ચડકુઈયા ગામની છે. 15 વર્ષના રામપ્રકાશના પિતા ભાનુપ્રસાદ ભદૌરિયા છે. અને તે પોતે ખાનગી શાળામાં ધોરણ 8નો વિદ્યાર્થી છે.

ગુરુવારે બપોરે તે સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં હાજરી આપી રહ્યો હતો. આ દરમિયાન મોબાઈલ પણ ચાર્જમાં હતો. તે જ સમયે મોબાઈલ ફોનમાં વિસ્ફોટ થયો. જેના કારણે વિદ્યાર્થીના મોઢા અને નાકના ભાગેથી ખરાબ રીતે લોહી નીકળ્યું હતું.

જો તે સમયે મોબાઈલ ફોન ચાર્જિંગ પર હોય તો તેનો લાંબા સમય સુધી ઉપયોગ જીવલેણ બની શકે છે. સતનામાં, ધોરણ 8 નો એક વિદ્યાર્થી મોબાઈલ પર ઓનલાઈન ક્લાસ લઈ રહ્યો હતો. આ દરમિયાન તેના મોબાઈલમાં વિસ્ફોટ થયો હતો. વિદ્યાર્થીના પરિવારજનો ડરી ગયા હતા.

આ ઘટના બાદ વિદ્યાર્થીનો ચહેરો ખરાબ રીતે દાઝી ગયો છે. તેને ગંભીર હાલતમાં સતનાની જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાંથી તેને જબલપુર રિફર કરવામાં આવ્યો છે.

 16 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી