સુરત : જેલમાં બંધ દુષ્કર્મી નારાયણ સાંઈ પાસેથી મળી આવ્યો મોબાઇલ, પાંચ સામે નોંધાઇ ફરિયાદ

લાજપોર જેલમાં લંપટ નારાયણ સાંઈની બેરેક પાસેથી મોબાઇલ મળ્યો, પોલીસે હાથ ધરી તપાસ

સુરત જેલમાં બંધ દુષ્કર્મી નારાયણ સાંઈ પાસેથી મોબાઇલ મળી આવતા ફરી જેલ વિવાદમાં આવતા પ્રશાસન સામે સવાલો ઉઠવા પામ્યા છે. સચિન પોલીસ મથકમાં નારાયણ સાંઇ સહિત પાંચ લોકો સામે ફરિયાદ દાખલ થઇ છે.

લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઈ મબાઇલનો ઉપયોગ કરતા હોવાની જેલ સત્તાધીશોને માહિતી મળી હતી. બાદમાં તપાસ કરતા નારાયણ સાંઈની બરેકમાંથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જેલર કે.જે.ઘારગે આંગે સચિન મથકમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે બળાત્કારના ગુનાનો આરોપી નારાયણ સાંઇ, સુરત ગેંગરેપનો આરોપી તારીક કૂતુબુદ્દીન સૈયદ, અમદાવાદમાં હત્યાનો આરોપી મુસ્તાક આલમ પરમાર, પરેશ ઉર્ફે પાંચા જોગદીયા અને નવીન દલપત ગોહિલ સામે ગુનો નોંધ્યો છે.

લાજપોર જેલના ઝડતી સ્ક્વોડે 20મીએ બપોરે યાર્ડ નં-એ-2ની બેરેકમાં ચેકિંગ કર્યું હતું. ચેકિંગમાં શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. તપાસ કરતા બે બેરેકની વચ્ચે કોમન ટોઇલેટની અંદરના ટોઇલેટની તપાસ કરતા દરવાજા પાસેથી મોબાઇલ મળી આવ્યો હતો. સીમ અને બેટરી સાથે ઢાંકણ વગરનો મોબાઇલ બીનવારસી મળી આવ્યો હતો.

પાકાકામનો કેદી નવીન ગોહિલ ફોન પર વાત કરતો હતો. ચેકિંગ આવતા ફોન સંડાસ તરફ ફેંકી દીધો હતો. બેરેકમાં રહેતા ભુપત ચૌહાણની જેલ સ્ટાફે પૂછપરછ કરતા જણાવ્યું કે, નારાયણ સહિત 5 કેદી 3થી 4 દિવસથી બિનવારસી મોબાઇલથી વાતચીત કરતા હતા.જેલમાંથી મોબાઇલ મળવાની ઘટનામાં અમે નારાયણ સાંઇ સહિત પાંચ પાકાકામના કેદીઓની સામે સચિન પોલીસમાં ફરિયાદ આપી છે.

13 કરોડની લાંચ કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ટ્રાન્સફર કરવા હુકમ

સાધિકા પર બળાત્કારના કેસમાં જેલબેગા થયેલા નારાયણ સાંઈ તથા અન્યો વિરૂધ્ધ સુરત ક્રાઈમ બ્રાંચમાં નોંધાયેલા રૂપિયા 13 કરોડની લાંચનો કેસ અમદાવાદ ગ્રામ્યની ખાસ અદાલતમાં ટ્રાન્સફર કરવા કોર્ટે આદેશ કર્યો છે. આ ઈડી દ્વારા કરાઈ હતી. આ માગણી એસીબીની ખાસ અદાલતના એડીશનલ  સેશન્સ જજ ડી.પી.ગોહીલે મંજૂર રાખતાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટની જોગવાઈ મુજબ સુરત ડીસીબી પોલીસમાં નોંધાયેલા તથા એસીબી કોર્ટમાં ચાલતા કેસો હવે અમદાવાદ ગ્રામ્યની પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલશે.

નારાયણ સાંઈ સામે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાધિકા બળાત્કાર કેસની તપાસ સાથે સંકળાયેલી વિવિધ એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓને રૂપિયા 13 કરોડની લાંચ આપવાની ગોઠવણ કરાઈ હોવાની વાતનો પર્દાફાશ સુરત ક્રાઈમ બ્રાંચે કર્યો હતો.

આરોપી નારાયણ સાંઈના ઈશારે સુરત ક્રાઈમ બ્રાંચના તત્કાલીન પીએસઆઈ ચંદુ મોહન કુંભાણી, સાધક કૌશિક પોપટલાલ વાણી, બિલ્ડર કેતન પટેલ તથા અન્ય સાત જેટલા આરોપીઓ વિરૂધ્ધ 13 કરોડની લાંચનો વધુ એક ગુનો દાખલ થયો હતો. આ પૈકી 8.10 કરોડની લાંચની રકમ આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવી હતી. અમદાવાદ સ્થિત આસારામના આશ્રમમાંથી મિલકત સંબંધી દસ્તાવેજી પુરાવાના 42 પોટલામાંથી ખોટા બિન ઉપયોગી દસ્તાવેજી પોટલા રજુ કરી આરોપીને બચાવવા ઉપરાંત તપાસ ઢીલી કરવાનો કારસો રચવામાં આવ્યો હતો.

સુરત સ્થિત ઈ.ડી.ના આસિસ્ટન્ટ  ડાયરેકટર દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એકટની કલમ-44 મુજબ સુરત ક્રાઈમ બ્રાંચમાં મુખ્ય આરોપી નારાયણ સાંઈ સહિત અન્ય આરોપીઓ વિરુધ્ધ નોંધાયેલા લાંચના કેસોને અમદાવાદની ડેઝીગ્નેટેડ કોર્ટમાં ટ્રાન્સફર કરવા અરજી કરાઈ હતી.

આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે નારાયણ સાઈ

નારાયણ સાંઈ વિરુદ્ધ 6 ઓક્ટોબર 2013માં જહાંગીરપુરા પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઘટનામાં પીડિતાએ નારાયણ સાંઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આસારામના પુત્ર નારાયણ સાઈ વિરુદ્ધ દુષ્કર્મના કેસમાં બંને પક્ષોની દલીલ પૂર્ણ થતા કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં આજીવન કેદની સજા ફટકારી હતી.

આ ઘટનામાં પીડિત સાધિકનો આરોપ હતો કે, નારાયણ સાઈએ તેની સાથે વર્ષ 2002થી વર્ષ 2005 સુધી દુષ્કર્મ પોતાનો શિકાર બનાવી હતી. આ ઘટના બાદ નારાયણ સાંઈ ગુમ થઇ ગયો હતો. ત્યારબાદ રાજ્યભરમાં ચર્ચા જગાવ્યા બાદ પોલીસે નારાયણ સાઈની ધરપકડ કરી હતી. સાધકે 13 કરોડની લાંચ આપવાના ગુના સહિત સાક્ષીઓ પર હુમલો કરાવવાના ગુના પણ નારાયણ સાંઈ વિરુદ્ધ નોંધાયા હતા.

સતત 58 દિવસ સુધી નારાયણ સાઈ અને પોલીસ વચ્ચે ચોર પોલીસનો ખેલ રમાયા બાદ તે પકડાયો હતો. લંપટ નારાયણ સાઈ હાલ લાજપોર મધ્યસ્થ જેલમાં જેલમાં છે.

 34 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર