મોડાસાના ડેપ્યુટી કલેકટર મયંક પટેલ સસ્પેન્ડ

કલેક્ટરના રિપોર્ટ બાદ મહેસૂલ વિભાગે પ્રાંત અધિકારીને કર્યા સસ્પેન્ડ

એકતરફી પ્રેમમાં પાગલ અને સોશિયલ મીડિયામાં યુવતીને અશ્લીલ ફોટા મોકલવાનાના મામલે અરવલ્લીના મોડાસામના ડેપ્યુટી કલેકટર મયંક પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ અગાઉ મયંક પટેલની અમદાવાદ સાઈબર ક્રાઇમેં ધરપકડ કરી હતી. છેલ્લા એક વર્ષથી સોશિયલ મીડિયા પર યુવતીને બિભત્સ ફોટો અને મેસેજ મોકલી મયંક પટેલ હેરાન કરતો હતો.જેથી આખરે કંટાળી ભોગ બનનાર યુવતીએ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. અગાઉ ડેપ્યુટી કલેક્ટર અને યુવતી કોઇ કારણોસર પરિચયમાં આવ્યાં હતા. તેમજ પરિચયમાં આવ્યાં બાદ મયંક પટેલ યુવતીને હેરાન પરેશાન કરતો હતો.

ધરપકડ બાદ મહિલા અધિકારીને અભદ્ર ફોટા મોકલનાર મોડાસાના પ્રાંત અધિકારી મયંક પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં સાયબર ક્રાઇમના અધિકારીએ આશ્ચર્ય જનક રીતે રિમાન્ડ માગ્યા ન હતા. જેથી આરોપીએ જામીન અરજી કરી હતી. જે અરજી એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બી.એચ.ઘાસુરાએ આરોપીને 25 હજારના જામીન સહિતની શરતોને આધારે જામીન પર મુક્ત કર્યા હતા. કોર્ટની શરતો મુજબ મયંક પટેલે તપાસમાં સહકાર આપવો પડશે ઉપરાંત પાસપોર્ટ પણ જમા કરાવવા આદેશ આપ્યા હતા.

આ સમગ્ર ઘટનાનો અહેવાલ રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો હતો. અહેવાલના આધારે તેમણે ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે અને જ્યાં સુધી બીજો આદેશ ન થાય ત્યાં સુધી તેમણે હેડક્વાર્ટરમાં જ રહેવામાં આદેશ આપવામાં આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે આ મામલે રાજ્યના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ પણ તીખી પ્રતિક્રિયા આપી હતી. મહેસુલ પ્રધાને નિવેદન આપ્યું હતું, “આવા કોઈ મયંક પટેલ બચવાના નથી. વિભાગને મેં સૂચના આપીને 48 કલાક થયા છે તેને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવશે.તેમજ આવી ગુનાહિત વૃત્તિ રાખતા કોઈ પણ મહેસુલી કર્મચારીને છોડવામાં નહી આવે.આવી બાબતો ગંભીરતાથી લઈ અધિકારી પર કાર્યવાહી કરવામાં આવશે.”

 63 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી