અરવલ્લી: મોડાસા-શામળાજી રાજ્યધોરી માર્ગ-૨૭ પર ઠેર ઠેર પડેલા ગાબડાંથી વાહન ચાલકો ત્રસ્ત

અરવલ્લી જીલ્લામાંથી પસાર થતો રાજ્ય ધોરી માર્ગ નં.૨૭ શામળાજી થી મોડાસા સુધીનો ૨૬ કિમી રોડ પર પ્રથમ વરસાદમાં ધોવાણ થતા અનેક જગ્યાએથી તૂટી જતા મસમોટા ગાબડાં પડ્યા છે. તો બીજી તરફ આવતા જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ પર પડેલા ખાડાઓમાં વરસાદ નું પાણી ભરાઈ રહેતા વરસતા વરસાદમાં ખાડા નં દેખાતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

તો બીજી તરફ ગાજણ ટોલપ્લાઝા પર એલ.એન્ડ ટી કંપની વાહનચાલકો પાસેથી રોજનો લાખ્ખો રૂપિયાનો ટોલટેક્સ ઉઘરાવી રહી હોવા છતાં રોડનું સમારકામ ન કરાતા વાહનચાલકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે રાજ્ય સરકાર અને જવાબદાર તંત્ર દ્વારા ખાનગી કંપની સામે પગલાં ભરવામાં આવે તેવી લોક માંગણી પ્રબળ બની છે

  • શામળાજી થી ગોધરા હાઈવે માર્ગનું રાજ્યસરકાર દ્વારા એલએન્ડટી કંપનીને કોન્ટ્રાકટ આપ્યો હતો. વર્ષ- ૨૦૧૨ માં પ્રજાજનો અને વાહનચાલકો માટે ખુલ્લો મુકાયો હતો એલએન્ડટી કંપનીને ૨૦ વર્ષ માટે કરાર મુજબ સોંપવામાં આવ્યો છે કંપની દ્વારા ફક્ત વાહનચાલકો પાસેથી ટોલટેક્સ ઉઘરાવવામાં રસ હોય તેમ મોડાસા નજીક ગાજણ અને માલપુર નજીક ગલિયાદાંતી પાસે ટોલ બુથ ઉભા કરી ઉત્તર ભારત માંથી દક્ષિણભારત જતા અને દિલ્હી થી મુંબઈ ને જોડાતો ટૂંકો માર્ગ હોવાથી આ રોડ પરથી રોજના હજ્જારો ટ્રક ચાલકો પાસેથી લાખ્ખો રૂપિયાનો ટોલટેક્સ ઉઘરાવી ગજવામાં સેરવી લે છે પરંતુ રોડ પર પડેલા મસમોટા ખાડાઓ અને ઠેર ઠેર પડેલા ગાબડાં પુરાવામાં બેદરકારી દાખવતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
  • શામળાજી-મોડાસા રોડ પર પડેલા ખાડાઓ ને લીધે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા વાહનચાલકો છાસવારે પલટી જતા હોવાની સાથે અકસ્માતની ઘટનાઓ બનતા અનેક નિર્દોષ વાહનચાલકોએ જાનથી હાથ ધોવાના અને ઈજાગ્રસ્ત થવાની ઘટનાનો ભોગ ખાનગી કંપનીના પાપે બની રહ્યા છે. મોડાસા-શામળાજી રોડ પર પડેલા ખાડાઓ અને ગાબડાં તાત્કાલિક પુરવામાં આવેની માંગ વાહનચાલકોમાં પ્રબળ બની છે.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી