કોઇ વીડિયો ગેમ રમે, પ્રાચીએ બ્રહ્માંડમાં ડોક્યું કર્યું…

મોડાસાની દિકરીએ અંતરિક્ષ ક્ષેત્રે હાંસલ કરી મહત્વની સિદ્ધિ

અમેરિકાની નાસાએ આપ્યું પ્રમાણ પત્ર, ભવિષ્યની કલ્પના ચાવલા..

આજની યુવા પેઢી જ્યારે સોશિયલ મીડિયા, વોટ્સએપ, ઇન્ટાગ્રામ અને વીડિયો ગેમમાં વ્યસ્ત છે. ત્યારે ગુજરાતના એક પછાત જીલ્લાના નાનકડા શહેરની એક યુવતીએ વિશ્વની જાણીતી અંતરીક્ષ સંસ્થા નાસાનું પ્રમાણપત્ર મેળવીને ગુજરાતની દીકરી તરીકે નામના મેળવી છે. મોબાઇલ યુગમાં યુવાનો વીડિયો ગેમ રમે છે, ત્યારે બોલુંદરા ગામની દીકરી પ્રાચી વ્યાસે બે ગ્રહોની વચ્ચે કેટલા અને ક્યાં એસ્ટ્રોઇડ આવેલા છે. તેની શોધ કરતી હતી. તે ભવિષ્યની કલ્પના ચાવલા કે સુનિતા વિલિયમ્સ છે. પ્રાચી વ્યાસનો સંદેશો એ છે કે સપના જુઓ અને તેને પૂર્ણ કરવા માટે મચી પડો, ક્યાંય પણ અશક્ય નથી.

મોડાસાના બોલુંદરા ગામની દિકરીએ અંતરિક્ષ ક્ષેત્રે એક મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. પ્રાચી વ્યાસે અંતરિક્ષમાં લઘુગ્રહ સંશોધનના બે પ્રોજેક્ટ પુરા કર્યા છે. જેના કારણે નાસાએ તેને પ્રમાણપત્ર પણ એનાયત કર્યા છે. પ્રાચીએ 3મેથી 28મે અને 1 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર દરમિયાન લઘુગ્રહના અભ્યાસના બે પ્રોજેક્ટ પુરા કર્યા છે.

મંગળ અને ગુરૂ વચ્ચે એસ્ટ્રોઈડ બેલ્ટ (લઘુગ્રહના પટ્ટા)નું સંશોધન પ્રાચી વ્યાસે કર્યું છે. આ અંગે પ્રાચીનું કહેવું છે કે, ખોજ નામની સંસ્થા મારફતે અંતરિક્ષમાં લઘુગ્રહોના અભ્યાસ માટે ફોર્મ ભર્યું હતું. આ દરમિયાન ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમીકલ સર્ચ કોલોબ્રેશન અને નાસા દ્વારા સોફ્ટવેર અને ડેટા મોકલવામાં આવ્યા હતા જેના આધારે સંશોધન કરવામાં આવ્યું હતું.

પ્રાચી વ્યાસે મે મહિનામાં પ્રોજેક્ટની કામગીરી દરમિયાન મંગળ અને ગુરૂ વચ્ચે 8 લઘુગ્રહો જ્યારે સપ્ટેમ્બરમાં બીજા પ્રોજેક્ટમાં 12 લઘુગ્રહો શોધ્યા. આ અંગે પ્રાચીએ જણાવ્યું હતું કે, મંગળ અને ગુરૂ વચ્ચે લાખો એસ્ટ્રોઈડ પૃથ્વી નજીક આવતા હોય છે તેનું કદ, સંખ્યા સહિતનું સંશોધન કરવામાં આવે છે.

વિશ્વની જાણીતી વિજ્ઞાન સંસ્થા નાસા દ્વારા પ્રમાણપત્ર મેળવવા બદલ નેટડાકિયા ન્યૂઝ સાથે વાત કરતા પ્રાચીએ જણાવ્યું કે, હું ખૂબ જ ખુશ છું કે આ પ્રોજેક્ટમાં ભાગ લેવાનો મને મોકો મળ્યો અને આ મારા સપના સાકાર કરવા માટેની એક શરૂઆત છે.

એસ્ટેરોઈડ રિસર્ચ પ્રોજેક્ટ વિશે નેટકાડિયા ન્યૂઝ સાથે વાત કરતા પ્રાચીએ જણાવ્યું કે, હું એક એસ્ટ્રોનોમી ક્લબ સાથે જોડાયેલી છું. ત્યાં અવારનવાર સ્પેસ સાયન્સને લગતી એક્ટીવીટ થતી હોય છે. ત્યાંથી જ ખબર પડી કે નાસા એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે તો મેં તેમાં ભાગ લીધો અને હું સિલેક્ટ થઈ અને એમાં એસ્ટેરોઈડ રિસર્ચ કરવાનો પ્રોજેક્ટ મળ્યો.

એસ્ટેરોઈડ અભ્યાસ વિશે વાત કરતા પ્રાચીએ જણાવ્યું કે, મંગળ અને ગુરૂ ગ્રહની વચ્ચે એક એસ્ટ્રેરોઈડ બેલ્ટ છે તેમાં એસ્ટેરોઈડ શોધવાના હોય છે. એમાના ઘણા એવા પદાર્થો હોય છે કે જે પૃથ્વી આવતા હોય તેનું પણ રિસર્ચ કરવાનું હોય છે. પૃથ્વીની નજીક જે પદાર્થો હતા તે એટલા મોટા નહોતા કે તે નુકસાન પહોંચાડી શકે, તે પૃથ્વીના વાતાવરણમાં આવતા જ નષ્ટ થઈ જાય છે. મંગળ અને ગુરૂ ગ્રહની વચ્ચે આવેલા એસ્ટેરોઈડ બેલ્ટમાં 10 લાખથી પણ વધારે 1 કિમી કરતા મોટા એસ્ટેરોઈડ છે તેના વિશે અભ્યાસ કરવામાં આવે છે.

આકાશ દર્શનમાં રસ વિશે વાત કરતા પ્રાચીએ જણાવ્યું કે, હું 7માં ધોરણમાં હતી ત્યારથી મને સ્પેશ સાયન્સમાં રસ હતો અને ત્યારથી ઈચ્છા હતી કે હું એસ્ટ્રોનોમી વિશે ભણું. ત્યારપછી BSC ફિજિક્સ કર્યું અને પછી MSC એસ્ટ્રોફિજિક્સ વિથ રિસર્ચ કર્યું. MSCનાપ્રથમ વર્ષમાં મંગળના વાતાવરણ પર રિસર્ચ કર્યું અને બીજા વર્ષમાં સ્વિત્ઝરલેન્ડના એક વિજ્ઞાનીના માર્ગદર્શન હેઠળ સોલાસ સોલાર એન્ટીના બનાવ્યું.

લોકોને પ્રેરિત કરવા વિશે નેટડાકિયા સમાચાર સાથે વાત કરતા પ્રાચીએ જણાવ્યું કે, હું એક નાના ટાઉન મોડાસાથી આવું છું એટલે મને પ્રોપર માર્ગદર્શન મળ્યું નહતું. પરંતુ જે કોઈને પણ સ્પેશ સાયન્સમાં રસ હોય તેમની હું કોઈપણ સમયે મદદ કરવા માટે તૈયાર છું. હું મારા મારફતે એક જ સંદેશ કહીશ કે સપનું જોવો અને તેને સાકાર કરવા માટે પ્રયત્ન કરો તે જરૂરથી પૂર્ણ થશે.

મંગળ અને ગુરૂ વચ્ચે 8 લઘુગ્રહો શોધ્યા…

પ્રાચી વ્યાસે મે મહિનામાં પ્રોજેક્ટની કામગીરી દરમિયાન મંગળ અને ગુરૂ વચ્ચે 8 લઘુગ્રહ શોધ્યા છે. જ્યારે બીજા પ્રોજેક્ટના સંશોધનમાં 12 લઘુગ્રહ શોધ્યા હતા. આ અંગે પ્રાચીએ જણાવ્યું હતું કે, મંગળ અને ગુરૂ વચ્ચે લાખો એસ્ટ્રોઇડ હોય છે જે પથ્થર, બરફ અને હવાના હોય છે. આ એસ્ટ્રોઇડ પૃથ્વી નજીક આવતા હોય છે તેનું કદ, સંખ્યા સહિતનું સંશોધન કરવામાં આવે છે.

 442 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી