આજે મોદી-બાઈડનની મુલાકાત, જાણો કયા મુદ્દાઓ પર રચાશે રણનીતિ

સમગ્ર વિશ્વની નજર વ્હાઈટ હાઉસ પર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતનો આજે બીજો દિવસ છે અને તે ખૂબ જ ખાસ બનવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન વચ્ચે આજે મુલાકાત થવાની છે જ્યારે ભારતીય સમય અનુસાર રાત્રે સાડા આઠ વાગ્યે વ્હાઈટ હાઉસમાં બંન્ને વિશ્વના દિગ્ગજ નેતા દ્વિપક્ષીય મુલાકાત થશે. સમગ્ર વિશ્વની નજર આ બેઠક પર છે.

આ મહત્વપૂર્ણ બેઠક પહેલા જ વડાપ્રધાન મોદી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળ્યા છે. ઓસ્ટ્રેલિયા અને જાપાનના વડાપ્રધાનોને પણ મળ્યા અને ભારત સાથે મજબૂત સંબંધની શરૂઆત કરી. હવે તમામની નજર અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડન અને પીએમ મોદીની બેઠક પર છે, જેમાં આતંકવાદ સહિત ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.

વર્તમાન સમયમાં વિશ્વમાં જે પ્રકારની રાજકીય ઉથલપાથલ છે, વિશ્વની બે મોટી લોકશાહીના વડાઓ આ પડકારોનો સામનો કરવા માટે કેવી રણનીતિ બનાવે છે. દુનિયાની નજર આના પર છે. આ બેઠક દરમિયાન જે મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે તે નીચે મુજબ છે …

સરહદ પાર આતંકવાદ
વિશ્વભરમાં આતંકવાદી નેટવર્ક્સના વધતા પ્રભાવ પર પણ ચર્ચા
અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ
સુરક્ષા અને સહકાર
કોરોના મહામારીનો સામનો કરવા માટે નવા પડકારો

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી