મોદી કેબીનેટમાં લેવાયા મહત્વના નિર્ણયો, કાશ્મીરમાં અનામતને મંજુરી, સુપ્રીમ કોર્ટમાં હવે 33 જજ

બુધવારે મોદી સરકારની કેબિનેટ બેઠકમાં અનેક મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય કેબિનેટ દ્વારા જમ્મુ-કાશ્મીરના લોકો માટે આર્થિક અનામતને મંજૂરી આપવામાં આવી છે. જેના અંગે સરકાર એક બિલ લાવી છે, જેને કેબિનેટમાં મંજૂરી આપવામાં આવી છે. આ મંજુરી સાથે જ રાજ્યમાં આર્થિક રીતે નબળા સવર્ણોને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત મળવાનો માર્ગ મોકળો થઈ જશે.

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા 10% વધારવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી બાદ હવે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ સિવાય અન્ય 33 જજ હશે. જો કે પહેલા આ સંખ્યા 30 હતી. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ હવે તેના માટે સંસદમાં બિલ રજુ કરવામાં આવશે .સંસદની મહોર લાગ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા 34એ પહોંચશે.

તે સિવાય બુધવારે કેબિનેટની મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે રશિયા અને તેની આસપાસના દેશા પાસેથી અંતરિક્ષ ટેકનિકના મામલમાં સહયોગ અને સંપર્ક માટે મોસ્કોમાં ઇસરોની નવો એક ટેકનિક સંપર્ક એકમ તૈયાર કરાશે.

જાવડેકરે ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરોની ભવિષ્યની યોજનાઓ વિશે પણ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, એજન્સી ઝડપથી મોસ્કોમાં ટેકનિકલ લાયજન યુનિટ(સંપર્ક કેન્દ્ર) તૈયાર કરશે. આ યુનિટ રશિયા અને પાડોશી દેશની સ્પેસ એજન્સીઓ અને ઉદ્યોગો સાથે મળીને કામ કરશે. આ ઉપરાંત ઈસરોએ બોલિવિયાની સ્પેસ એજન્સી સાથે પણ અંતરિક્ષ પર્યાવરણ માટે MOU પર હસ્તાક્ષર કર્યા છે.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી