J&K: “કાશ્મીરમાં મુસ્લિમોની બહુમતી હોવાના કારણે મોદીએ Article-370ને હટાવી”..

પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે અનુચ્છેદ 370 રદ કરવાના નિર્ણય પર સરકારની ટીકા કરી છે. તેમણે કહ્યું કે મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાનો નિર્ણય કર્યો કારણ કે ત્યાં મુસ્લિમોની વસ્તી મોટા પ્રમાણમાં છે. જો કદાચ ત્યાં હિન્દુઓ મોટા પ્રમાણમાં હોત તો આ નિર્ણય લેવામાં આવ્યો ન હોત.

ચિદમ્બરમે કહ્યું જમ્મુ-કાશ્મીર ભારતનો હિસ્સો છે. ભાજપને છોડીને તેમાં કોઈને કઈ જ શંકા નથી. જે લોક 72 વર્ષના ઈતિહાસને જાણતા નથી, તેમણે માત્ર તાકાત બતાવવા માટે અનુચ્છેદ 370નો હટાવવાનો નિર્ણય કર્યો છે. સંવિધાનના અનુચ્છેદ 371 અંતર્ગત પણ ઘણાં રાજયોને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે.

ચિદમ્બરમે એ પણ કહ્યું કે અનુચ્છેદ 370નો વિરોધ કરી રહેલા દેખાવકારોને દબાવવામાં આવ્યા છે. તેમની પર ગોળીઓ ચલાવવામાં આવી છે. ટીયર ગેસના ગોળાઓ છોડવામાં આવ્યા. એ તમામ સત્ય છે. મને એ વાતનું પણ દુ:ખ છે કે દેશના 7 જેટલા પક્ષોએ આ વાતનું સમર્થન કર્યું છે.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી