મોદી સરકારે જાહેર કર્યું કોવિડ રાહત પેકેજ, આરોગ્ય સુવિધા માટે ફાળવ્યા 50 હજાર કરોડ

સરકારે કોવિડ પ્રભાવિત સેક્ટર માટે 1.1 લાખ કરોડ ફાળવ્યા

નાણામંત્રી નિર્મલા સિતારમણે આજે વધુ એક રાહત પેકેજની જાહેરાત કરી છે. જેમાં કોવિડ સેક્ટરમાં 1.1 લાખ કરોડની સહાયની જાહેરાત કરી છે. આ સાથે હેલ્થ સેક્ટરમાં 50 હજાર કરોડની સહાયની જાહેરાત કરી છે. કોરનાની બીજી લહેરમાં અનેક સેક્ટરો ખાડમાં છે, ત્યારે સરકાર તમામ મદદની પ્રયાસ કરી રહી છે.

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કોવિડ પ્રભાવિત સેક્ટર માટે 1.1 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. કોરોના મહામારીમાંથી પ્રભાવિત ભારતીય અર્થવ્યવસ્થામાં નવો જીવ પુરવા માટે ઘણી મોટી જાહેરાત કરવામાં આવી રહી છે.

આના સિવાય હેલ્થ સેક્ટર માટે 50 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. આ રકમ નોન મેટ્રો મેડિકલ ઇન્ફ્રા માટે ખર્ચ કરવામાં આવશે. કોરોના મહામારીની બીજી લહેરના કારણે ઘણા સેક્ટર્સ સંકટમાં છે અને આ અંગે સરકાર પાસેથી સહાયતા પણ માગવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં સરકારે પણ સંકેત આપ્યા હતા કે એ સેક્ટર્સને સહાયતા કરવા માટે સરકાર વિચાર કરી શકે છે, જે સૌથી વધુ સંકટમાં છે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે 8 આર્થિક રાહત પેકેજો અંગે પણ જાહેરાત કરાશે. તેમણે જણાવ્યું હતું કે આમાંથી 4 એકદમ નવા છે અને એક ખાસ કરીને હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે છે.

અપડેટ જારી…

 55 ,  1