September 19, 2021
September 19, 2021

ટેલિકોમ કંપનીઓને મોદી સરકારે આપી રાહત

ટેલિકોમ કંપનીઓના શેરોમાં ઉછાળો

દેવામાં ડૂબેલી વોડા-ફોન આઇડીયા માટે સારા સમાચાર છે. મોદી સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે અને એજીઆર કેસ મુદ્દે તમામ ટેલિકોમ કંપનીઓને મોટી રાહત આપી છે. આજે કેબિનેટની બેઠકમાં ટેલિકોમ સેક્ટરને મોટી રાહત આપતા સરકારે પેકેજને મંજૂરી આપી હતી જેના પગલે ટેલિકોમ શેરોમાં તીવ્ર ઉછાળો આવ્યો છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ટેલિકોમ સેક્ટરમાં 9 મોટા માળખાકીય સુધારા કરવામાં આવી રહ્યા છે. AGRની વ્યાખ્યા બદલીને બિન-ટેલિકોમ આવકને તેમાંથી બાકાત રાખવામાં આવશે. આ સિવાય ઓટોમેટિક રૂટ હેઠળ ટેલિકોમ સેક્ટરમાં 100% FDIને મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય, પીએમે નક્કી કર્યું છે કે ગ્રાહકના તમામ કેવાયસી ફોર્મ હવે ડિજિટલાઇઝ્ડ કરવામાં આવશે.

વૈષ્ણવે કહ્યું કે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR)લાંબા સમયથી વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે જેના પગલે તેની વ્યાખ્યા બદલવામાં આવી છે. તેમણે કહ્યું કે આગળ જે પણ સ્પેક્ટ્રમની હરાજી થશે, કંપનીઓને 30 વર્ષ સુધી સ્પેક્ટ્રમ રાખવાની મંજૂરી આપવામાં આવશે.

વૈષ્ણવે કહ્યું કે ટેલિકોમ સેક્ટરને તમામ લેણાં માટે ચાર વર્ષનો મોરેટોરિયમ આપવામાં આવશે. એટલે કે, તેઓ તેમના લેણાં ચાર વર્ષ માટે મુલતવી રાખી શકે છે જેમાં AGR અને તમામ પ્રકારના સ્પેક્ટ્રમ લેણાંનો સમાવેશ થશે. પરંતુ તેમને આ સમયગાળા દરમિયાન બાકી રકમ પર વ્યાજ ચૂકવવું પડશે. આ વ્યવસ્થા છેલ્લી તારીખમાં ન હોતી પરંતુ હવેથી લાગુ થશે.

જો સરકાર રાહત પેકેજની જાહેરાત કરતા ખાસ કરીને વોડાફોન આઈડિયાને વધુ ફાયદો થયો છે. જણાવી દઇએ, વોડાફોન આઈડિયા ગંભીર નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. ફંડ મેળવવાના તેના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. તેના ગ્રાહકોની સંખ્યા સતત ઘટી રહ્યા છે. કામકાજ ચાલુ રાખવા માટે પણ તેની પાસ પૂરતા રૂપિયા નથી. તેણે સરકારને એજીઆરની મોટી રકમ ચૂકવવાની છે. 31 ઓગસ્ટ, 2018માં વોડાફોન આઈડિયા અને આઈડિયા સેલ્યુલરનું વિલનીકરણ થયું હતું. ત્યારથી આ કંપની સતત ખોટમાં છે. તેના પર 1.8 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.

નોંધનીય છે કે, સરકારી રાહત બાદ ટેલિકોમ કંપનીઓ ટેરિફ ચાર્જ પણ ઘટાડી શકે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યાનુસાર સરકારના રાહત પેકેજથી ટેલિકોમ કંપનીઓને મોટી રાહત મળશે તેઓ ગ્રાહકોને ફાયદો આપે તો નવાઈ નહીં.

 92 ,  1