ખેડૂતો અને તેમના આંદોલનને સફળતા પ્રાપ્ત થઇ – હાર્દિક પટેલ

‘શહિદ થયેલા ખેડૂતોને આ વિજય શ્રદ્ધાંજલિ સ્વરૂપે અર્પણ કરું છું..’ 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે પ્રકાશ પર્વના દિવસે રાષ્ટ્રને સંબોધન કરતા ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરીને દેશવાસીઓને ચોંકાવી દીધા છે, આ એલાનથી વિપક્ષ ગેલમાં આવી ગયું છે ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે સૂચક નિવેદન આપ્યું છે.

PM મોદીએ કહ્યું કે, આગામી સંસદ સત્રમાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર આ માટે એક સમિતિની રચના કરશે. તેમણે કહ્યું કે અમારા પ્રયાસો છતાં અમારી સરકાર ખેડૂતોના વિરોધને સમજી શકી નથી.સરકાર દ્વારા કૃષિ કાયદા પરત ખેંચવામાં આવે છે. 

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર અગ્રણી હાર્દિક પટેલે ટ્વીટ કરીને સરકારને ટોણો માર્યો હતો. હાર્દિકે લખ્યું કે, આજે ખેડૂતો અને તેમના આંદોલનને સફળતા પ્રાપ્ત થયેલી છે, સાથે વધુમાં કહ્યું કે, આંદોલનમાં અને ભાજપની તાનાશાહીથી શહિદ થયેલા ખેડૂતોને આ વિજય શ્રદ્ધાંજલિ સ્વરૂપે અર્પણ કરું છું. 

હાર્દિક પટેલે જણાવ્યું કે, ભાજપના નેતા અત્યાર સુધી કૃષિ કાયદાઓ લાગૂ કરવા માટેના ફાયદાઓ ગણાવી રહ્યા હતા પરંતુ આજથી હવે તેઓ 3 કૃષિ કાયદા પરત લેવા માટેના ફાયદા ગણાવશે. 

રાકેશ ટિકેતનું ટ્વીટ

રાકેશ ટિકેતએ ટ્વીટ કર્યું, ‘આંદોલન તત્કાલ પરત ખેંચવામાં આવશે નહીં, અમે તે દિવસની રાહ જોઈશું જ્યારે કૃષિ કાયદાને સંસદમાં રદ કરવામાં આવે. સરકાર MSP ની સાથે-સાથે ખેડૂતોના અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરે.’

અન્યાયની સામે જીતની શુભેચ્છા- રાહુલ ગાંધી

આ ઉપરાંત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, ‘દેશના અન્નદાતાએ સત્યાગ્રહથી અહંકારનું માથું ઝૂકાવ્યું. અન્યાયની સામે જીતની શુભેચ્છા! જય હિન્દ, જય હિન્દનો ખેડૂત!’

સીએમ અરવિંદ કેજરીવાલે આપી શુભેચ્છા

ત્યારે સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું, ‘આજે પ્રકાશ દિવસના દિવસે કેટલી મોટી ખુશખબરી મળી. ત્રણ કૃષિ કાયદા રદ્દ. 700 થી વધારે ખેડૂત શહીદ થયા. તેમની શહાદત અમર રહશે. આવનારી પેઢી યાદ રાખશે કે કઈ રીતે આ દેશના ખેડૂતોએ તેમના જીવને જોખમમાં મુકી ખેતી અને ખેડૂતોને બચાવ્યા હતા. મારા દેશના ખેડૂતોને મારું નમન.’

CM મમતા બેનરજી – દરેક ખેડૂતને મારા તરફથી હાર્દિક શુભેચ્છા

ત્યારે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ ટ્વીટ કરી કહ્યું, દરેક ખેડૂતને મારા તરફથી હાર્દિક શુભેચ્છા, જેમણે સંઘર્ષ કર્યો અને ભાજપની ક્રૂરતાની આગળ ઝૂક્યા નહીં. આ તમારી જીત છે! આ લડતમાં પોતાના પ્રિયજનોને ગુમાવનાર તમામ પરિવારો પ્રતિ મારી સંવેદના છે.

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી