મોદી સરકારે જાહેરાતો પાછળ કર્યો અધધ.. 1700 કરોડ રુપિયાનો ખર્ચ

પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા છેલ્લા ત્રણ વર્ષમાં થયા માલામાલ…

દેશમાં એક બાજુ કોરોના કાળમાં લોકો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા અને બીજી બાજુ મોદી સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ 1700 કરોડ રૂપિયા જાહેરાતો પર ખર્ચ્યા છે. કેન્દ્ર સરકારે મંગળવારે સંસદમાં જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં એટલે કે 2018 અને 2021 વચ્ચે પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં આપવામાં આવેલી જાહેરાતો પર લગભગ 1700 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.

ઓલ ઈન્ડિયા યૂનાઈટેડ ડેમોક્રેટિક ફ્રંટ સાંસદ બદરૂદ્દીન અજમલના સવાલનો જવાબ આપતાં સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આપવામાં આવેલી જાહેરાતમાં મુખ્ય એજન્ડા સરકારી નીતિઓ અને યોજનાઓ વિશે તેમના લક્ષિત લાભાર્થીઓને જાગરૂક બનાવવાનો છે. મંત્રાલયના તરફથી જાહેર કરાયેલા ડેટા અનુસાર સરકારે અખબારોમાં આપેલી જાહેરાત પર કુલ 826.5 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, વર્ષ 2020-21ની વચ્ચે 6085 અલગ-અલગ અખબારોમાં 118.59 કરોડ રૂપિયાની જાહેરાત આપવામાં આવી હતી, બીજી બાજુ વર્ષ 2019-2020ની વચ્ચે 5365 અખબારોમાં 200 કરોડ રૂપિયા અને વર્ષ 2018-19ની વચ્ચે 6119 અખબારોની વચ્ચે 507.9 કરોડ રૂપિયાની જાહેરાત આપવામાં આવી હતી. આ અંગેની વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કે, લોકોને કલ્યાણકારી યોજનાઓ વિશે જાગૃત કરવા માટે આ નાણાં જાહેરાત માટે ખર્ચવામાં આવ્યા છે.

બીજી તરફ ઈલેક્ટ્રોનિક મીડિયામાં પાછલા ત્રણ વર્ષ દરમિયાન જાહેરાતમાં 193.52 કરોડ રૂપિયા આપવામાં આવ્યાં હતાં. આ પહેલા પણ અનુરાગ ઠાકુરે સંસદમાં જણાવી ચુક્યાં છે. સરકારે ટેન્ડર અથવા નોકરીની ભરતી માટે ગેર સંચાર જાહેરાત પર ખર્ચ ઓછો કરી દીધો છે

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી