મોદી સરકાર રાષ્ટ્રની સુરક્ષા કરવામાં અસમર્થ – રાહુલ ગાંધી

 મણિપુર આતંકી હુમલા પર રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર

મણિપુર આતંકી હુમલા પર બોલતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે મોદી સરકાર રાષ્ટ્રની સુરક્ષા કરવામાં અસમર્થ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું કે મોદી સરકાર રાષ્ટ્રની સુરક્ષા કરવામાં અસમર્થ છે. તેમણે કહ્યું કે મણીપુરમાં લશ્કરી કાફલા પર થયેલા આતંકી હુમલાથી ફરી એક વાર સાબિત થયું છે કે મોદી સરકાર મોદી સરકાર રાષ્ટ્રની સુરક્ષા કરવામાં અસમર્થ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે શહીદોને મારી શ્રદ્ધાંજલિ અને તેમના પરિવારને શોક સંવેદના. દેશ તમારુ બલિદાન યાદ રાખશે.

મણિપુરમાં આસામ રાઇફલના કમાન્ડિંગ ઓફિસર અને તેમના પરિવાર પર ઉગ્રવાદીઓએ હુમલો કર્યો છે. આ હુમલો શનિવારે સવારે 10 વાગ્યે શેખાન-બેહિયાંગ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, 46 આસામ રાઇફલ્સના કમાન્ડિંગ અધિકારી તેમના પરિવારો અને ક્યુઆરટી સાથે હતા ત્યારે ઉગ્રવાદીઓએ તેમના કાફલા પર હુમલો કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલામાં કમાન્ડિંગ ઓફિસર, તેમની પત્ની તથા એક બાળક અને ક્યુઆરટીમાં તૈનાત 4 જવાનો શહીદ થયા હોવાની પણ માહિતી મળી હતી. જોકે, આ અંગે હાલ સેના દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી