કોંગ્રસે કર્યો દાવો- ટ્રમ્પ મામલે ધ્યાન હટાવવા મોદી સરકારે…

કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ આજે ગુરૂવારના રોજ લોકસભામાં ત્રિપલ તલાક પાસ કરાવવાની મોદી સરકારની તૈયારી અગાઉ મોટુ નિવેદન આપ્યું છે. મનીષ તિવારીએ કહ્યું કે ત્રિપલ તલાક બિલની આજે લોકસભામાં નાટકીય ઉપસ્થિતિ થશે.

આ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી ધ્યાન દૂર કરવા માટે છે. જો NDA અને ભાજપ મુસ્લિમ પર્સનલ લોમાં હસ્તક્ષેપ કરવાની ઇચ્છુક છે, તો તે સમુદાય સાથે વિચારણા કેમ કરતી નથી અને તેને 1950ના હિન્દુ કોડ બિલની જેમ સમગ્ર રીતે ઘડે.

કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું કે અમે માંગણી કરીએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં આવીને જવાબ આપવો જોઇએ કે તેમની અને ટ્રમ્પ વચ્ચે આવી કોઇ વાત થઇ છે કે નહીં. જો બંને નેતાઓ વચ્ચે આવી વાત નથી થઇ તો પીએમ મોદીએ સ્પષ્ટ રીતે કહેવું જોઇએ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કાશ્મીર મુદ્દે ખોટું નિવેદન આપી રહ્યાં છે. સરકાર અને પીએમ મોદી તરફથી સ્પષ્ટ નિવેદન આવવું જોઇએ.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી