કેન્દ્રિય બજેટમાં ગુજરાતને મોટી ભેટ, રોજગારીની નવી તક ઉભી થશે

કેન્દ્રના બજેટમાં ગુજરાતને નવું નજરાણું, ગિફ્ટ સિટીમાં બનશે વર્લ્ડક્લાસ ફિનટેક હબ

કેન્દ્રીય નાણામંત્રી સીતારામણે વર્ષ 2021-22નું બજેટ રજૂ કર્યુ હતુ જેમાં ભારતમાં શીપ મર્ચન્ટ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય નાણામંત્રી સીતારામણે વર્ષ 2021-22નું બજેટ રજૂ કર્યુ હતુ જેમાં ભારતમાં શીપ મર્ચન્ટ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે શરૂઆતમાં 1654 કરોડ આપવામાં આવ્યા હતા. આ સિવાય પણ ગુજરાતમાં હાલમાં કાર્યરત પ્લાન્ટ દ્વારા શિપર રિસાયલીંગના કામ માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. 

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે જાહેર કરેલાં બજેટમાં વિવિધ મુદ્દાઓ અંગે વાત કરી. જેમાં ખાસ કરીને ગુજરાત માટે પણ મોટી જાહેરાત કરી.  ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (ગિફ્ટ) એ ભારતનું સર્વપ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર (IFSC) છે. ગિફ્ટની સંરચના પાછળનો મુખ્ય હેતુ IFSC, મલ્ટિ-સર્વિસીઝ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ) તથા એક્સક્લુઝિવ ડોમેસ્ટિક ઝોનની કામગીરી માટે પરિદૃશ્યની રચનાનું છે. ફિનટેક ઉદ્યોગ માટે ડેડિકેટેડ સ્ટાટઅપ ફંડની રચના કરવામાં આવશે. ગિફ્ટ સિટીના ફિનટેક હબ દ્વારા સ્થાનિક સ્તરે રોજગારનું સર્જન કરવામાં આવશે. તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા દીર્ઘકાલીન પ્રોજેક્ટ માટે ભંડોળ ઉપલબ્ધ કરાવવા રૂ. 27 હજાર કરોડની મૂડી ધરાવતા DFIની રચના કરાશે.

ફિનટેક પાર્ક શું છે?

ગુજરાતમાં બની રહ્યું છે રૂપિયાની ટેક્નોલોજીનું પાર્ક. નાણાકીય ટેકનોલોજી એટલે કે ફિનટેકની સેવાઓ માટે નવા રોકાણની અપેક્ષા સાથે ગુજરાત સરકાર એક નવું ફિનટેક પાર્ક સ્થાપવાની યોજના બનાવી રહી છે. આ પાર્ક ગાંધીનગર સ્થિત ગુજરાત આંતરરાષ્ટ્રીય ફાયનાન્સ ટેક (ગિફ્ટ) સિટીમાં સ્થપાશે. ફિનટેક ક્ષેત્રે તાજેતરના વર્ષોમાં બહું મોટી વૃદ્ધિ થઇ છે. સિંગાપોર આ નવા બજાર માટેનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. આ સમાન ટેકનોલોજી ભારતમાં પણ પ્રવેશી રહી છે ત્યારે ગુજરાત સરકાર તેનો લાભ ઉઠાવવા માગે છે. આ અંગે રાજ્ય સરકાર એક સપર્પિત ફિનટેક પોલિસી બનાવવા જઇ રહી છે, જે ગિફ્ટ સિટી તેમજ આજુબાજુના વિસ્તારોમાં સ્થપાનારી કંપનીઓને અનેક પ્રકારના પ્રોત્સાહન આપશે.

સિંગાપોર બાદ ભારત ફિનટેક ક્ષેત્રમાં નવા માર્કેટ તરીકે ઉભર્યું

ફાયનાન્સિયલ ટેકનોલોજી (ફિનટેક) સેવા ક્ષેત્રમાં નવા રોકાણના પ્રવાહની અપેક્ષાએ ગુજરાત સરકારે નવા ફિનટેક પાર્કની સ્થાપના માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે નવા ફિનટેક પાર્કની સ્થાપના માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ ફિનટેક પાર્ક ગિફ્ટ સિટી ખાતે નવા ક્ષેત્રોમાં પણ પ્રદાન કરશે. ફિનટેક સેક્ટરે તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે. સિંગાપોર આ નવા માર્કેટ માટે હબ તરીકે ઉપસી આવ્યું છે અને આ પ્રકારના જ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ભારતમાં જોવા મળી રહ્યા છે.

ફિનટેક પાર્ક ઉપરાંત 27 હજાર કરોડના ફંડ સાથે DFIની પણ સ્થાપના

ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા દીર્ઘકાલીન પ્રોજેક્ટ માટે ભંડોળની ઉણપને જોતાં નાણામંત્રીએ ડેવલપમેન્ટ ફાયનાન્સિયલ ઈન્સ્ટિટ્યૂશનની (DFI) સ્થાપનાની પણ ઘોષણા કરી છે, જેની પાસે રૂ. 27,000 કરોડની મૂડીનું વૈધાનિક સમર્થન રહેશે. આ DFIનું વ્યાવસાયિક રીતે સંચાલન કરાશે.

 64 ,  1