બે સરકારી બૅન્કોને ખાનગીકરણ કરવા મોદી સરકારની મોટી તૈયારી

સંસદમાં બેન્કિંગ કાયદાનું સંશોધન બિલ રજૂ કરવાની તૈયારી..

સરકાર જાહેર ક્ષેત્રની બે બેન્કોના ખાનગીકરણનો રસ્તો સરળ કરવા માટે સંભવ દરેક પ્રયત્ન કરી રહી છે. તેના માટે આગામી સોમવારે શરૂ થવા જઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં બેન્કિંગ કાયદાનું સંશોધન બિલ લાવવાની તૈયારીમાં છે જેના પગલે સાર્વજનિક ક્ષેત્રને બે બેન્કોના ખાનગીકરણમાં સરકારને સરળતા રહેશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વર્ષે ફેબ્રુઆરીમાં 2021-22નું બજેટ રજૂ કરતા વિનિવેશ કાર્યક્રમ અંતર્ગત સાર્વજનિક ક્ષેત્રની બે બેન્કોના ખાનગીકરણની જાહેરાત કરી હતી. ચાલુ નાણાકીય વર્ષમાં વિનિવેશથી 1.75 લાખ કરોડ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય મુકવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રજૂ કરવામાં આવનારા બેન્કિંગ કાયદા બિલ, 2021 દ્વારા પીએસબીમાં ઓછી સરકારી ભાગીદારી 51 ટકા ઘટીને 26 ટકા કરવામાં આવે તેવી સંભાવના છે. જોકે તેના જણાવ્યા અનુસાર આ બિલને લોન્ચ કરવાના સમય વિશે અંતિમ નિર્ણય મંત્રિમંડળ જ કરશે.

ખાનગીકરણ પહેલા લાવવામાં આવી શકે છે વીઆરએસ
વિનિવેશ પર નિમવામાં આવેલા સચિવોના મુખ્ય સમુહની તરફથી સંભવતઃ સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને બેન્ક ઓફ ઈન્ડિયા એવા નામો છે જેની ખાનગીકરણ પર વિચારણા ચાલી રહી છે. સૂત્રોનું કહેવું છે કે ખાનગીકરણ પહેલા બેન્ક પોતાના કર્મચારીઓ માટે આકર્ષક સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ યોજના લાવી શકે છે.

ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ કન્ફેડરેશન (AIBOC)એ સાર્વજનિક ક્ષેત્રની બેન્કોના ખાનગીકરણ વિરૂદ્ધ સંસદના શિયાળુ સત્ર વખતે દિલ્હીમાં વિરોધ-પ્રદર્શનની જાહેરાત કરી છે. એઆઈબીઓસીના મહાસચિવ સૌમ્ય દત્તાએ આ વિરોધ-પ્રદર્શનની જાહેરાત કરતા જણાવ્યું છે કે સરકાર 29 નવેમ્બરે શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં બેન્કોના ખાનગીકરણનો વિરોધ કરી શકે છે.

 60 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી