મોદી સરકારની ભેટ, 30 લાખ સરકારી કર્મચારીઓને મળશે દિવાળી બોનસ

કેન્દ્ર સરકારના 30 લાખ કર્મચારીઓ માટે 3737 કરોડનું બોનસ મંજૂર

મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. સરકારે 30 લાખ સરકારી કર્મચારીને દિવાળી બોનસ આપવાની જાહેરાત કરી છે. દશેરા કે દુર્ગા પૂજા પહેલા કેન્દ્ર સરકારના 30 લાખ કર્મચારીઓને 3737 કરોડ રૂપિયાના બોનસની ચૂકવણી શરૂ કરવામાં આવશે.

બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટના નિર્ણયોની જાણકારી આપતાં કે પ્રકાશ જાવડેકરે કહ્યું કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાંસફર દ્વારા સીધા કર્મચારીઓના ખાતામાં પૈસા ટ્રાંસફર કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે તાત્કાલિક પૈસા ટ્રાંસફર કરવાનો આદેશ આપ્યો છે. 

કર્મચારીઓને બોનસ આપવા પાછળ સરકારી તિજોરી પર 3,737 કરોડનું ભારણ વધશે. ઉલ્લેખનિય છે કે અગાઉ કેન્દ્ર સરકારે સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીઓને તહેવારો પર રૂ. 10,000 એડવાન્સ પેમેન્ટ આપવાની જાહેરાત કરી હતી. અર્થતંત્રમાં માગ વધારવાની યોજના હેઠળ સરકારે આ પગલું લીધું હતું.

તમને જણાવી દઈએ કે કોવિડ 19ની અર્થવ્યવસ્થા ઉપર અસરને જોતા નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પેશયલ એલટીસી સ્કીમની પણ જાહેરાત કરી હતી. તેનો ફાયદો કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળશે. આ સ્કીમમાં એલટીએના બદલે કર્મચારીઓને કેશ વાઉચર મળશે. જો કે, તેનો ઉપયોગ 31 માર્ચ 2021 પહેલા કરવાનો રહેશે. જો કે, આ સુવિધાનો લાભ લેવા માટે સરકારે કેટલીક ગાઈડલાન્સ આપી છે જેનું પાલન કરવાનું રહેશે

જાવડેકરે જણાવ્યું કે વિજ્યાદશ્મી અથવા દુર્ગા પૂજા આસપાસ કેન્દ્રીય કર્મીઓને રૂ. 3,737 કરોડના બોનસની ચૂકવણી કરવી દેવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે કર્મચારીઓને ડાયરેક્ટર બેનિફિટ ટ્રાન્સફર હેઠળ એક જ હપતામાં આ નાણાં ચૂકવવામાં આવશે. આ નાણાં મધ્યમવર્ગ પાસે જશે અને માગમાં વધારો થવાની અપેક્ષા છે.  

 181 ,  1