કલમ 370 પર મોદી સરકારનો ઐતિહાસીક નિર્ણય, કાશ્મીર-લદ્દાખના ભાગલા

રાજ્યસભામાં સોમવારે કાર્યવાહી શરૂ થતાં જ કાશ્મીર મુદ્દે હોબાળો શરૂ થઈ ગયો છે. રાજ્યસભાની શરૂઆત થતાં જ ગૃહમંત્રી અમિત શાહે કલમ 370 હટાવવા અને J&Kના પુનર્ગઠનનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે.

આમ, મોદી સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કર્યો છે. આમ હવે લદ્દાખ અલગ રાજ્ય બનશે. આ સાથે જ અમિત શાહે બંને રાજ્યોને કેન્દ્ર શાસિત બનાવવાનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે. અમિત શાહની આ જાહેરાત પછી વિપક્ષે ખૂબ હોબાળો કર્યો હતો.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી