મોદી સરકારનો મહત્વનો નિર્ણય, કોડ ઓન વેજ બિલને આપી મંજૂરી

કેન્દ્રિય પ્રધાનમંડળે દેશમાં હાલ પ્રવર્તમાન 44 જેટલા શ્રમ કાયદાઓને ફક્ત 4 જોગવાઇઓમાં સમાવી લેતાં કોડ ઓન વેજ બિલને મંજૂરી આપી દીધી છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના ભાગરૂપે સરકારે કામદારોના લઘુત્તમ વેતન અને તેમના વળતરને લગતા હાલના તમામ શ્રમ કાયદાઓને સંકલિત કરી એક કાયદામાં સમાવિષ્ટ કરતા ખરડાને મંજૂરી આપી દીધી છે.

પત્રકારો સાથેની વાતચીતમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, કેબિનેટે આર્બિટ્રેશન, વેજ કોડ અને સરોગસીના ખરડાઓને મંજૂરી આપી દીધી છે. જોકે, હાલ સંસદનું સત્ર જારી હોવાથી તેની માહિતી જાહેર કરી શકાશે નહીં.

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના ભાગરૂપે સરકારે 44 શ્રામ કાયદાઓને વેતન, સોશિયલ સિક્યુરિટી, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને ઇન્ડસ્ટ્રીયલ રિલેશન પરના ચાર કોડમાં સમાવિષ્ટ કરતા વેજ બિલને મંજૂરી આપી દીધી છે.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી