September 19, 2021
September 19, 2021

મોદી સરકારની દર્દીઓને રાહત આપવાની તૈયારી

આ 39 જરુરી દવાઓના ભાવ ઘટાડશે

કેન્દ્ર સરકાર વ્યાપકરૂપમાં પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવનારી આવશ્યક જરુરી દવાઓની કિંમતોમાં ઘટાડો લાવવાની તૈયારી કરી રહી છે.

સૂત્રોનું કહેવું છે કે સરકારે જરુરી દવાઓના રાષ્ટ્રીય યાદીમાં સંશોધન કર્યું છે અને પ્રસ્તાવિત મૂલ્ય સીમા માટે યાદી હેઠળ 39 નવા નામ જોડવામાં આવ્યા છે. જે દવાઓના નામ યાદીમાં જોડાવામાં આવ્યા છે તેમાં કેટલીક એન્ટી વાયરલ સિવાય કેન્સર, મધુમેહ, ટીવી અને એચઆઈવી સામે લડવાની દવાઓ સામેલ છે.

એક અખબારના રિપોર્ટ પ્રમાણે સરકારે હાજર યાદીમાંથી 16 દવા હટાવી દીધી છે. હવે આ યાદીમાં 399 જરુરી દવાઓ છે. જેના ભાવ સરકાર દ્વારા ઘટાડવામાં આવ્યા છે.

ભારતીય આયુવિજ્ઞાન અનુસંધાન પરિષદ અંતર્ગત વિશેષજ્ઞ સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલી સંશોધિત યાદી ગુરુવારે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડાવિયાને સોંપવામાં આવી. એક વાર જ્યારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા યાદીને જારી કરવામાં આવે છે તો તેનું મુલ્યાંકન દવાઓ અને સ્વાસ્થ્ય ઉત્પાદોની સ્થાયી સમિતિ દ્વારા કરવામાં આવશે. જેમાં એ જોવા મળે છે કે કઈ દવાઓની કિંમતને ઓછી કરવાની સૌથી વધારે જરુર છે.

અંતિમ મૂલ્ય નિર્ધારણ નીતિ આયોગના સભ્ય ડો. વીકે. પોલની અધ્યક્ષતામાં SCAMHPની ભલામણના આધાર પર નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી દ્વારા કરવામાં આવશે.

 17 ,  1