5G આવે છે….! સરકાર એક્શન મોડમાં…

100 વર્ષથી પણ જૂનો કાયદો બદલવાની તૈયારીમાં મોદી સરકાર

કેન્દ્ર સરકાર હવે જૂના કાયદામાં મોટા ફેરફારની તૈયારી કરી રહી છે. સરકાર ઈચ્છે છે કે કંપનીઓનું એકબીજામાં મર્જર થાય અને તેનુ વિસ્તરણ કરવુ અને બિઝનેસ ચલાવવામાં નોકરશાહીમાંથી ઘણી બધી એપ્રુવલ લેવાની જરૂર ના પડે અને ભવિષ્યમાં તેમને આ મુદ્દાઓને કોર્ટમાં પણ ના પડકારી શકાય.

મીડિયા રિપોર્ટ મુજબ, દૂરસંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરૂવાર નવી દિલ્હીમાં પોતાના કાર્યાલયમાં એક ઈન્ટરવ્યુમાં સરકારની આ મહત્વાકાંક્ષી યોજના અંગે જણાવ્યું. તેમણે જણાવ્યું કે સરકાર આ પ્રકારના વિકલ્પો તપાસી રહી છે કે કંપનીઓને બિઝનેસમાં સુવિધા મળે. સરકારનું લક્ષ્ય છે કે ફેબ્રુઆરી 2022 સુધી નવા નિયમ પ્રસ્તુત કરવામાં આવે.

વૈષ્ણવે ઔપનિવેશિક યુગના ભારતીય ટેલિગ્રાફ અધિનિયમનો ઉલ્લેખ કરતા કહ્યું કે ટેલીકોમ હજી પણ 1885માં બનાવવામાં આવેલા એક અધિનિયમ દ્વારા શાસિત છે, પરંતુ ચીજ વસ્તુઓ નાટકીય ઢબે ખૂબ બદલાઈ ગઈ છે અને તેની સાથે જોડાયેલા રેગ્યુલેશન પણ 60-70 વર્ષ જૂના છે. જે સરકારને આ ક્ષેત્ર પર વિશેષ અધિકાર આપે છે. તેમણે કહ્યું કે સરકાર આ નિયમોને સંપૂર્ણ રીતે બદલવા માંગે છે.

સ્વદેશી 5G જ નહીં, ભારતમાં 6G લાવવાની તૈયારી તેજ

ટેલિકોમની દુનિયામાં ભારત હવે તેજ ગતિએ આગળ વધવાની તૈયારી કરી રહ્યું છે. હાલ 5G ટેક્નોલોજી લાવવાની તૈયારી થઈ રહી છે અને સાથે જ મોદી સરકારે 6Gને લઈ પોતાનો પ્લાન તૈયાર કરી લીધો છે. થોડાક દિવસ પહેલા કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે તેના અનુસંધાને સરકારની આગળની યોજના બતાવી હતી. સાથે જ એમ પણ કહ્યું કે, ટૂંક સમયમાં જ ટેલિકોમની દુનિયામાં ભારતની બોલબાલા રહેશે.

કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, 2023ના અંત કે 2024ની શરૂઆતમાં 6G ટેક્નોલોજી લોન્ચ કરવામાં આવી શકે છે. મહત્વની વાત એ છે કે, ભારત પોતે જ તમામ સોફ્ટવેર બનાવવાનું છે અને બાદમાં સમગ્ર વિશ્વમાં તેનું વિતરણ કરશે. અશ્વિની વૈષ્ણવના કહેવા પ્રમાણે 6G ટેક્નોલોજી માટે દરેક જરૂરી મંજૂરી અગાઉથી જ આપી દેવાયેલી છે તેવામાં દેશના વૈજ્ઞાનિકો હવે ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી