આજે વતનમાં મોદી ! કચ્છમાં વિશ્વના સૌથી મોટા એનર્જી પાર્કનું ભૂમિપૂજન, ખેડૂતો સાથે કરશે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (મંગળવારે) ફરી એકવાર માદરે વતન ગુજરાતના કચ્છમાં ભુજ નજીક ધોરડો ટેન્ટસિટી ખાતે લગભગ 6 કલાકની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ બપોરે બારેક વાગે નવી દિલ્હીથી સીધા ભુજ આવશે અને સાંજે છ એક વાગ્યે પરત દિલ્હી જશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ વડાપ્રધાનની આ મુલાકાત સંદર્ભે મંગળવારે સવારે ધોરડો ટેન્ટસિટી પહોંચી રહ્યા છે.

વડાપ્રધાન તેમની 6 કલાકની ગુજરાત મુલાકાત દરમિયાન વીડિયો કોન્ફરન્સ મારફતે ત્રણ મોટા પ્રોજેક્ટસના ખાતમુહૂર્ત કરવાના છે. ધોરડો ટેન્ટસિટીથી 500 મીટર દૂર 500 માણસો સમાવવાની ક્ષમતાવાળો વિશાળ ડોમ બનાવાયો છે, જ્યાંથી આ વર્ચ્યુઅલ કાર્યક્રમ થશે. અદાણી જૂથની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ દ્વારા 9,500 મેગાવોટના સૌથી મોટા સોલર-વિન્ડ પ્રોજેક્ટ સહિત કુલ 30,000 મેગાવોટના હાઇબ્રિડ પાર્ક જે કચ્છ સરહદે સર્જાવાનો છે તેનું તથા માંડવીમાં શાપૂરજી પાલૂનજી જૂથને સોંપાયેલા 100 એમએલડી ક્ષમતાના ડિસેલિનેશન પ્લાન્ટનું વડા પ્રધાન ખાતમુહૂર્ત કરવાના છે.

આ સાથે અંજાર નજીક કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા રૂ. 129 કરોડના ખર્ચે સ્થપાનારા 2 લાખ લીટર ક્ષમતાના ઓટોમેટિક સરહદ ડેરી પ્લાન્ટનું પણ વડાપ્રધાનના હસ્તે ત્યાંથી જ વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત થનારું છે.

વડાપ્રધાન  બપોરે સફેદરણ ખાતેથી જ વીડીયો કોન્ફરન્સના માધ્યમથી ખાતમુર્હુત કરનારા હોવાથી બપોરનું ભોજન ટેન્ટ સીટી ખાતે લેશે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા ટેન્ટ સીટીના સંચાલકોને વડાપ્રધાનના ભોજનઅંગેની તૈયાર કરવા સુચના આપી દેવાઈ છે. જેમાં ગુજરાતી વડાપ્રધાન હોવાથી તેમને ફુલ ગુજરાતી થાળીનો રસથાળ પીરસવામાં આવશે તે સાથે તેમાં કચ્છી વાનગીઓનું સંયોજન કરાશે. ફરસાણમાં કચ્છી સમોસા, દાબેલી, મીઠાઈમાં અડદિયા પાક, ગુલાબ પાક  વગેરે થાળીમાં પીરસાશે.

કાર્યક્રમની વિગતો…

 • પીએમ મોદી બપોરે 1 વાગે ધોરડો પહોંચશે. અહીં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખ તેમનું સ્વાગત કરશે. 
 • ધોરડોમાં જાહેર સભા પહેલા પીએમ મોદી ખેડૂતોના ડેલીગેશન ને મળશે
 • વર્ષોથી કચ્છમાં સ્થાયી થયેલા પંજાબી ખેડૂતોને પીએમ મળશે
 • કૃષિ ક્ષેત્રે પ્રગતિશીલ એવા પંજાબી ખેડૂતો સાથે પીએમ સંવાદ કરશે
 • ત્યારબાદ પીએમ ભુજમાં ભૂકંપગ્રસ્તોની યાદમાં બની રહેલા મેમોરિયલ ની મુખ્યમંત્રી રૂપાણી અને અધિકારીઓ સાથે સમીક્ષા કરશે.
 • કચ્છી હસ્તકલા ના કારીગરો સાથે મુલાકાત કરશે પીએમ મોદી
 • ટેન્ટ સિટીના વિશાળ ડોમમાં વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે પીએમ
 • દરિયાના પાણીને મીઠું બનાવવાના 4 પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે પીએમ 
 • સભાસ્થળે કચ્છના ગુંદીયાળી, સૌરાષ્ટ્રના ગાંધીવી-દ્વારકા, ઘોઘા-ભાવનગર, સુત્રાપાડા-સોમનાથ ના 4 ડિસેલિનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે પીએમ મોદી
 • આ ઉપરાંત સૌરઉર્જા અને પવનચક્કી થી 30 હજાર મેગાવોટ વીજળી ઉતપ્પન કરવાના હાઇબ્રિડ એનર્જી પાર્કનું પણ ભૂમિપૂજન કરશે પીએમ મોદી
 • સરહદ ડેરીના 2 લાખ લીટર દૂધના ચિલિંગ પ્લાન્ટનું પણ પીએમ ભૂમિપૂજન કરશે
 • કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ડેરી પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરશે પીએમ મોદી
 • ભૂમિપૂજન બાદ પીએમ મોદી જાહેરસભા ને કરશે સંબોધન 
 • સાંજે પીએમ મોદી સ્મૃતિ વન પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન નિહાળશે
 • ત્યારબાદ સફેદ રણની મુલાકાત લેશે પીએમ 
 • સફેદ રણમાં સનસેટ પોઈન્ટ પર સૂર્યાસ્ત નિહાળશે
 • પીએમ મોદી સફેદ રણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળશે, જેમાં ઓસમાણ મીર અને ગીતા રબારી મારી માતૃભૂમિ થીમ પર પરફોર્મન્સ આપશે
 • સાંજે 7 કલાકે પીએમ મોદી ધોરડોથી રવાના થશે

 16 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર