રાહુલ ગાંધીના કાર્યક્રમમાં લાગ્યા મોદીના નારા

પુણેમાં રાહુલ ગાંધી વિદ્યાર્થીઓ સાથે ભાષણ આપી રહ્યા હતા તે દરમિયાન મોદી-મોદીના નારા લાગ્યા હતા. જ્યારે રાહુલ ગાંધીને પીએમ મોદી અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, હું પીએમ મોદીને પસંદ કરું છું. આ વાત સાંભળતાં જ કાર્યક્રમમાં મોદી-મોદીના નારા ગૂંજવા લાગ્યા હતા.

પીએમ મોદી અંગે પૂછવામાં આવેલા સવાલ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, હું મિસ્ટર નરેન્દ્ર મોદીને પસંદ કરું છું. મારા મનમાં તેમના માટે દ્વેષ અને ગુસ્સો નથી. પરંતુ તેમને મારા માટે દ્વેષ છે. રાહુલ ગાંધીએ આ વાત કહેતાં હોલમાં મોદી-મોદીના નારા લાગ્યા હતા.

 102 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી