September 26, 2022
September 26, 2022

PM મોદીએ કહ્યું- આ લોકોની આકાંક્ષાઓનું બજેટ, કોંગ્રેસે કહ્યું- જૂના વાયદા, નવુ કશું નહીં

લોકસભામાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આજે મોદી સરકારના બીજા કાર્યકાળમાં પહેલુ બજેટ રજૂ કર્યું છે. આ બજેટ વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ દેશનું ડ્રીમ બજેટ છે. આ બજેટમાં ઉદ્યોગ-ઉદ્યમીઓને મજબૂતી મળશે. તેમાં ગામ-ગરીબોનો ખ્યાલ રાખવામાં આવ્યો છે.

મોદીએ કહ્યું- જનશક્તિ વગર જળ સંચય સંભવ નથી. જળસંચય જન ભાવનાઓથી જ થઈ શકશે. સ્વચ્છ ભારત મિશનની જેમ દરેક ઘર જળનું અભિયાન દેશને જળસંકટમાંથી બહાર લાવવામાં સક્ષમ બનાવશે. આ બજેટ નવયુવકો માટે દરેક શક્યતાઓના દ્વાર ખોલશે. આ બજેટ તમારા સપના, સંકલ્પોને નવુ ભારત બનાવવાનું બજેટ છે. હું કાલે કાશીમાં આ વિશે વિસ્તારથી વાત કરીશ.

આ બજેટ શિક્ષણને સુધારશે, આર્ટિફિશય ઈન્ટેલિજન્સ (એઆઈ) અને સ્પેસ (ઉપગ્રહ)નો ફાયદો લોકોને મળી શકશે. આ બજેટ લોકોને વિશ્વાસ અપાવે છે કે, દિશા સાચી છે, ગતિ સાચી છે. તેથી લક્ષ્યાંક સુધી પહોંચવું પણ નિશ્ચિત છે. આ આકાંક્ષાનું બજેટ છે. હું નિર્મલા અને તેમની ટીમને શુભેચ્છા પાઠવું છું.

લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, આ બજેટમાં કશુ જ નવુ નથી. જૂના વાયદાઓનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે. તેઓ ન્યૂ ઈન્ડિયાની વાત કરી રહ્યા છે પરંતુ બજેટ નવી બોટલમાં જૂના વાઈન જેવી છે. કઈ પણ નવું નથી. રોજગાર માટે કોઈ યોજના નથી. આમાં કોઈ નવી શરૂઆત નથી દેખાતી.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી