મોદીના પ્રહાર: આતંકીઓ અને પાકિસ્તાન ઈચ્છે છે કે હું હારી જાઉં…!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 17મી લોકસભાની ચૂંટણીઓ જીતવા માટે પોતાની તમામ શક્તિઓ અને પરંપરા ગત દાવ પેચ શરુ થયા છે. જેના ભાગ રૂપે તેમણે UPના મેરઠમાં આયોજિત જાહેર સભામાં વિપક્ષોને અડે હાથે લઈ રાજકીય પ્રહારોની સાથે એવો તર્ક રજુ કર્યો કે આતંકવાદીઓ અને પાકિસ્તાન ઈચ્છે છે કે હું એટલે કે નરેન્દ્ર મોદી હારી જાઉં અને વિરોધ પક્ષો જીતી જાય.

જો કે તેમના આ તર્કનો જવાબ કઈ રીતે આપવો તે વિરોધ પક્ષો વિચારી રહ્યા છે. 2014થી ભારતની ચૂંટણીમાં પ્રચાર પ્રસારના હથિયારોમાં પાકિસ્તાન રૂપી હથિયારનો સૌથી વધારે ઉપયોગ થયો છે અને થઇ રહ્યો છે. વિરોધ પક્ષો જીતે તો પાકિસ્તાન કઈ રીતે ખૂશ થાય અને પાકિસ્તાનમાં ક્યાં કઈ કેટલી તાળીઓ પડી એ તો આવો દાવો કરનારાઓ જ કહી શકે પણ એક વાત ચોક્કસ છે કે પાકિસ્તાનના ઉલ્લેખ વગર હવે ભારતમાં ચૂંટણી પ્રચાર અધુરો કહીં શકાય.

ગુજરાત સિવાય અન્ય નશા બંધીની નીતિ અમલમાં નથી ખાસ કરીને UPમાં દારૂબંધી નથી. ચૂંટણી પ્રચારમાં સરાબ અને શરાબ વચ્ચેનો ભેદ તથા નરેન્દ્ર – શાહ (નરેન્દ્ર મોદી અને અમિત શાહ)ને લઈને વ્યંગ અને કટાક્ષો પણ થયા. ખૂદ વડાપ્રધાને સપા રાલોદ અને બસપાના પ્રથમ અક્ષરો સરાબનો મંત્ર આપીને કહ્યું કે આ ત્રણેય આરોગ્ય માટે હાનીકારક છે તો તેની સામે સપાના અખીલેસ યાદવે એમ કહ્યું કે દેશને નશા માંથી મુક્તિ અપાવવાની છે. તેમના માટે નશા એટલે નરેન્દ્ર – શાહ એ બંનેણ પ્રથમ અક્ષર લઈને યાદવે નશા મુક્તિ એવો શબ્દનો પ્રયોગ કર્યો. એક તરફ આતંકવાદ તો બીજી તરફ મદિરાપાનને લઈને સરાબ – શરાબ અને નશા…

 199 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી