મોદીએ યુવા મતદારોને પૂછ્યું, શું તમે શહીદોને એક વોટ ન આપી શકો ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામાં હુમલામાં શહીદ થયેલા જવાનો અને તેનો બદલો લેવા વાયુ સેના દ્વારા કરાયેલી બાલાકોટ એર સ્ટ્રાઈકમાં ભાગ લેનાર જવાનોના નામે યુવા મતદારો પાસેથી વોટ માંગ્યા છે. જો કે વિરોધ પક્ષ દ્વારા તેની ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે.

વડાપ્રધાને લાતુરમાં યોજાયેલી જાહેર સભામાં યુવા મતદારોને કહ્યું કે જેઓ 18 વર્ષ પુરા થતા પહેલી વાર મતદાન કરવાના છે. શું તેઓ તેમનો પ્રથમ વોટ પુલવામાંના શહીદોને આપી ન શકો? જો કે તેમના આ નિવેદન સામે વાંધો લઈને ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે. પુલવામાં આતંકી હુમલામાં CRPFના 44 જવાનો શહીદ થયા હતા.

 28 ,  3