શાંઘાઈ સમિટમાં ભાગ લેવા માટે મોદી પહોંચ્યા કિર્ગીસ્તાન

નરેન્દ્ર મોદી બીજીવાર વડાપ્રધાન બન્યા બાદ શાંઘાઈ સહયોગ સમ્મેલનમાં ભાગ લેવા માટે 13 જુને કિર્ગીસ્તાન પહોંચ્યા છે. વડાપ્રધાન ઓમાન, ઈરાન અને મધ્ય એશિયાના રસ્તે બિશ્કેક પહોંચ્યા છે. SCOમાં મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય ચર્ચામાં સામેલ થશે. સમિટમાં પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન પણ સામેલ થશે. જો કે, બન્ને દેશો વચ્ચે મુલાકાત નહીં થાય. જ્યારે ઈમરાન પહેલા જ મોદીને પત્ર લખીને વાચતીચની માગ કરી ચુક્યા છે.

૧૨ જુને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં વૈશ્વિક સુરક્ષા સ્થિતી અને આર્થિક સહયોગ પર જોર આપશે. તેમણે એવું પણ કહ્યું કે, કીર્ગીસ્તાનનું તેમનું સફર SCOના સભ્યો દેશો સાથે ભારતના સંબંધોને મજબૂત કરશે. મોદી એસસીઓ સમ્મેલન બાદ કિર્ગીસ્તાનના રાષ્ટ્રપતિના આમંત્રણ પર 14મી જૂને ત્યાંની ઓફિશીયલ દ્વિપક્ષીય મુસાફરી કરશે. વધુમાં જણાવ્યું કે તાજેતરમાં જ ભારત-કિર્ગીસ્તાન વચ્ચે રક્ષા, વ્યાપાર અને નિકાસ સહિત ઘણા દ્વિપક્ષીય ક્ષેત્રે કરાર થયા છે. જેનાથી બન્ને દેશો વચ્ચે સંબંધ મજબૂત બનશે. મોદી અહીં કિર્ગિજ રાષ્ટ્રપતિ જીનબેકોવ સાથે ભારત-કીર્ગીજ બિઝનેસ ફોરમને પણ સંબોધશે.

 12 ,  1