ઉડ્ડયન ક્ષેત્રે પણ મોદી રચશે નવો ઇતિહાસ…

યુપીના હાઇવે પર હર્ક્યુલિસ વિમાન દ્વારા ઉતરશે

સામન્ય રીતે કોઇપણ વડાપ્રધાન કે વીવીઆઇપી કોઇ દેશ પ્રદેશની મુલાકાત લે ત્યારે જે તે એરપોર્ટ પર વિમાન દ્વારા ઉતરતા હોય છે, પરંતુ જરા હટકે કરવામાં માનનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું કરવા જઇ રહ્યા છે, કે એક ઇતિહાસ બની જશે. વડાપ્રધાન યુપીમાં નવનિર્મિત એક હાઇવે પર વિમાન દ્રારા ઉતરશે…!

પીએમ નરેન્દ્ર મોદી શનિવારે ઉત્તર પ્રદેશ સ્થિત પૂર્વાંચલ એક્સપ્રેસ- વે પહોંચી રહ્યા છે. ત્યાં તે 34 કિમી લાંબા રોડનું ઉદ્યાટન કરશે. ખાસ વાત એ છે કે કાર્યક્રમમાં પીએમ મોદીની એન્ટ્રી C-130 સુપર હર્ક્યુલિસ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટમાં થશે. કાર્યક્રમ બાદ ભારતીય વાયુસેના તરફથી એર શોનું પણ આયોજન કરવામાં આવશે. રાજ્યમાં 2022માં વિધાનસભાની ચૂંટણી થવાની છે. તેવામાં આ એક્સપ્રેસ-વે મોટા પ્રોજેક્ટ્સમાંથી એક કહેવામાં આવી રહ્યું છે.

આ એક્સપ્રેસ વે રાજ્યની રાજધાની લખનૌના મઉ, આજમગઢ, બારાબંકી સહિત પૂર્વ જિલ્લાથી જોડશે. સાથે જ પ્રયાગરાજ અને વારાણસીના રસ્તા પર સરળ થશે. રાજ્યના સીએમ યોગી આદિત્યનાથના શુક્રવારે સુલ્તાનપુરમાં ઉદ્ધાટનના કાર્યક્રમની તૈયારીઓનું નિરિક્ષણ કર્યું. તેમણે કહ્યું કે પૂર્વાંચલ એક્સપ્રસ -વે યૂપીની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ બનશે. પીએમ મોદીએ 2018માં આધારશિલા રાખી હતી.

સીએમ આદિત્યનાથે કહ્યું કે કોવિડ -19 મહામારી છતાં આ રસ્તો 19 મહિનામાં બનીને તૈયાર થયો છે. સુલ્તાનપુર જિલ્લામાં ફાઈટર વિમાનની ઈમરજન્સી લેન્ડિંગના સમયે 3.3 કિમી લાંબો રસ્તો તૈયાર કર્યો છે. એક શો દરમિયાન મિરાજ 2000 અને Su-30MKI વિમાન ઈમરજન્સી એરસ્ટ્રીપથી અનેક વાર ઉડાન ભરશે. આ ઉપરાંત કેટલાક વિમાન કુરેભાર ગામમાં તૈયાર રનવે પર લેન્ડ કરશે. શુક્રવારે ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં રિહર્સલ કરવામાં આવ્યું.

ઉત્તર પ્રદેશ સરકારના જણાવ્યાનુસાર 341 કિમી લાંબા પૂર્વાચલ એક્સપ્રેસ -વેની શરુઆત લખનૌ-સુલ્તાનપુર હાઈવેથી ચાંદસરાએ ગામથી થશે. આ બારાબંકી, અમેઠી, સુલ્તાનપુર, ફૈજાબાદ, આંબેડકર નગર, આઝમગઢ, મઉથી પસાર થશે. 6 લેનવાલ આ એક્સપ્રેસ- વેના વિસ્તાર 8 લેન સુધી કરી શકાય છે. આના માધ્યમથી પ્રવાસી લખનૌથી ગાજીપુર સુધી સફર 3.5 કલાકમાં પુરુ કરી શકશે. પહેલા આ પ્રવાસનો સમય લગભગ 6 કલાકનો હતો.

એક્સપ્રેસ વે પર 7 મોટા અને 114 નાના પુલ હશે. 7 રેલવે પુલ રહેશે. સાથે આમાં 271 અંડરપાસ પણ બનાવશે. પ્રવાસીઓની સુરક્ષા માટે પોલીસ એમ્બ્યુલન્સ જેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી