પાકિસ્તાનના એર વેનો ઉપયોગ નહીં કરે વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૩ અને ૧૪ જુને શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠક માટે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક જશે. પરંતુ વડાપ્રધાન એસસીઓ સમિટમાં જવા માટે પાકિસ્તાનના એર વેનો ઉપયોગ નહીં કરે. વિદેશ મંત્રાલયએ ૧૨ જુને જણાવ્યું હતું કે, વડાપ્રધાન ઓમાન, ઈરાન અને મધ્ય એશિયાના દેશોના રસ્તે બિશ્કેક જશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું કે, બિશ્કેક જવા માટે ભારત સરકારે બે વિકલ્પ કાઢ્યા હતા. હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે વડાપ્રધાનનું વિમાન ઓમાન, ઈરાન અને મધ્ય એશિયાના દેશોના રસ્તે બિશ્કેક જશે. આ સંમેલનમાં ઈમરાન ખાન પણ હાજરી આપશે.

ઉલ્લેખનીય છે કે ભારતે 9 જુનના રોજ પાકિસ્તાનને અપીલ કરી હતી કે તે મોદીના શાંઘાઈ સમિટમાં કિર્ગીસ્તાન જવા માટે તેમનો એર વે ખોલી દે. પાકિસ્તાન સરકારે ૧૦ જુનને ભારતની અપીલ પર મોદીના વિમાનને પોતાના એર વે પરથી પસાર થવાની મંજૂરી આપી દીધી હતી.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી