ઇસ યુપી કે હમ દો શેર..ચલ ઘર જલ્દી દુશ્મન હો ગયે ઢેર..

મોદી-યોગીની જુગલ જોડી,પાર લગાવશે કમલમની હોડી…

તસ્વીરો સાથે યોગીએ પૂરવાર કર્યું -..હમ સાથ સાથ..

યુટ્યુબર મિડિયાને મુલાકાતની એક નવી શરૂઆત…

હવે યુટ્યુબર મિડિયા અને મુખ્ય મિડિયા વચ્ચે જંગ થશે..?.

કૃષિ કાયદા રદ્દ થવાથી ભાજપનો રસ્તો સરરરરર… સરળ…

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

હાલમાં મિડિયા અને સોશ્યલ મિડિયામાં લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને યુપીના કડક સ્વભાવના મનાતા સીએમ યોગીની તસ્વીરો ખૂબ વાઇરલ થઇ રહી છે. પીએમ સીએમના ખભે મૂકીને કોઇક ચર્ચા કરતાં અથવા યોગીને એવુ કંઇક સમજાવતા હોય કે જો આમ નહીં પણ જો આપણે આમ કરીએ તો યુપીમાં આપણે સડસડાટ જીતી જઇએ…એવી કોઇ ગંભીર ચર્ચાવાળા ફોટા યોગીએ પોસ્ટ કર્યા છે. સોશ્યલ મિડિયામાં વિરોધીઓ ભલે કાંઇ પણ લખ્યું હોય પરંતુ આવી તસ્વીરો ચૂંટણીના સમયે પ્રસિધ્ધ કરવી અને બન્ને ભાજપના કર્ણધાર મનાતા નેતાઓનું દોસ્ત અને વડીલની જેમ યોગી સાથે ખભે હાથ મૂકીને ચાલવુ…તેના વિશે જો કોઇ એમ કહે કે આ બન્ને રાજકિય શેર છે. એક યુપીના અને એક સમગ્ર દેશના. બન્નેને સાથ સાથ જોઇને રાજકિય વિરોધીઓ હચમચી જાય તે સ્વાભાવિક છે.

હમ નિકલ પડે હૈ પ્રણ કર કે,
અપના તનમન અર્પણ કર કે,
જિદ હૈ એક સૂર્ય ઉગાના હૈ
અંબર સે ઉંચા જાના હૈ,
એક ભારત નયા બનાના હૈ…..
આવી કોઇ કવિતાના પંક્તિઓ સાથે યોગીએ આ ફોટા પોતાના ટ્વીટર હેન્ડલ પર મૂકતાની સાથે ફટાફટ તેના વિશે પ્રતિક્રિયા પણ શરૂ થઇ. સપાના અખિલેશ યાદવે ટીપ્પણી કરી અને વિરોધીઓનું તો આ જ કામ હોય ને…કોઇ વળી યોગી દ્વારા મૂકાયેલી આ તસ્વીરોને ગ્લાસમાં અડધે સુધી ભરેલા પાણી વિશે તુલના કરીને કોઇ કહે કે ગ્લાસમાં અડધે સુધી પાણી ભરેલુ છે તો કોઇ એમ કહેશે કે અડધો ગ્લાસ ખાલી છે…એમ કોઇ એમ કહે કે યોગી એમ કહેવા માંગે છે કે હમ સાથ સાથ હૈ…તો કોઇ એમ કહે કે યોગીએ એવો સંદેશો આપ્યો કે તેઓ પીએમની પાછળ નહીં પણ સમકક્ષ છે…..!

આ અગાઉ એક વિડિયો એવો વાઇરલ થયો હતો કે જેમાં યોગી પીએમ મોદીની કારની પાછળ પાછળ…ચાલતા જઇ રહ્યાં છે…શક્ય છે કે એ વાઇરલ વિડ઼િયોને લઇને થયેલી ટીપ્પણીન જવાબ યોગીએ આ તસ્વીરો મૂકીને સંદેશો આપ્યો હોય કે તેઓ મોદીની પાછળ પાછળ નથી પણ હમ સાથ સાથ હૈ…હમ એક હૈ…હમ સમકક્ષ હૈ…!!

ભારતના સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પ્રોબેશનરી આઇપીએસના એક સમારોહમાં તેમને કહ્યું કે હવે યુધ્ધ સીમા પર લડાતુ નથી. દુશ્મન દેશો હવે સીવીલ સોસાયટીમાં ઘૂસીને દેશને મુશ્કેલીમાં મૂકી છે, દેશની પ્રગતિને અવરેોધવાનું કામ કરે છે અને તે આજના પરોક્ષ યુધ્ધનો એક ભાગ જ છે…એ જ રીતે ચૂંટણીઓ પણ હવે નેતાઓના સંબોધનમાત્રથી નહીં પણ સોશ્યલ મિડિયાના સહારે પણ લડાય છે.

યુપીના પૂર્વ સીએમ અને પ્રથમ પીએમ બનવાની અદમ્ય ઇચ્છા ધરાવનાર માયાવતીએ મુખ્ય મિડિયા દ્વારા યોગ્ય કવરેજ ન મળતાં યુટ્યુબર મિડિયાના પત્રકારોને મુલાકાત આપવાની એક નવી શરૂઆત દેશના રાજકારણમાં કરી છે. દેખીતી રીતે અન્ય નેતાઓ કે જેમને મુખ્ય મિડિયામાં સ્થાન ન મળતુ હોય તેઓ હવે યુટ્યુબર મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરીને પ્રજા સુધી પહોંચવાનો પ્રયાસ કરી શકે.

લક્ષ્ય એક જ- ચૂંટણીઓ જીતવી. જો જિતા વો સિકંદર….તમે કઇ રીતે જીતો છો તે મહત્વનું રહ્યું નથી પણ જીત મહત્વની છે.જીત્યા એટલે ચૂંટણી જીતવા અપનાવેલાી રીત-રસ્મ, ન્યાય-અન્યાય, ધાંધલીના આરોપો….એમ બધુ જ ભૂલાઇ જાય. હાં એટલુ ખરૂ કે ઉમેદવારીપત્રની સાથે ફરજિયાત મિલકત-આવક, સંતાનો, પરિવારની વિગતો સંબંધિત સોગંદનામામાં કોઇ ભૂલ કરી કે થઇ તો ચૂંટણી રદ્દ થઇ શકે. એક ચૂંટમી બાદ પાંચ વર્ષ પછી યોજાતી એ જ ચૂંટણીમાં એ જ ઉમેદવારને ફરીથી ટિકિટ મળી તો પાંચ વર્ષ પહેલાના સોગંદનામાની વિગતો અને પાંચ વર્ષ પછી ફરીથી આપેલા સાંગદનામાનો અભ્યાસ કરીને ઘણીવાર એવા અહેવાલ પણ આવે કે પાંચ વર્ષમાં તેમની મિલકત કેટલી વધી..! આવા સોોગંદનામા ચૂંટણી પંચના વેબસાઇટ પર સાર્વજનિક હોય છે અને કોઇ પણ તે જોઇ શકે છે.

યોગી યુપી વિધાનસભાની ચૂંટણીમાં ફરી ઉમેદવારી નોંધાવશે ત્યારે આવક-મિલકતો વગેરેના સોગંદનામામાં જે વિગતો ભરશે તેની સરખામણી 2017માં ભરેલા સોગંદનામાની સાથે કરીને કોઇ વળી અહેવાલ આપશે-યોગીની મિલકતો વધી કે ઘટી..! તેમની મિલકતો વધે કે ઘટે પણ સૌથી મોટા રાજ્ય યુપીની 403 બેઠકોમાંથી ગઇ વખતની જેમ 300 કરતાં વધારે બેઠકો મેળવવા મોદીએ 3 વિવાદી કૃષિ કાયદાઓ રદ્દ કરીને રાજકિય સ્થિતિ વધારે મજબૂત કરી છે.

3 કાયદા રદ્દ કરવાના પગલે કિસાન આંદોલન સમેટાઇ જાય તેમ કિસાન નેતા રાકેશ ટિકૈતના નિવેદન પરથી હાલ તો લાગતુ નથી. 26 નવે.2020ના રોજ બંધારણ દિનથી શરૂ થયેલા કિસાન આંદોલનને 26 નવે.2021ના રોજ એક વર્ષ પૂરૂ થશે. ટિકૈતના દાવા પ્રમાણે, ભારતના અર્વાચીન ઇતિહાસમાં આ આંદોલન સૌથી લાંબુ આંદોલન છે અને હજુ સમેટાયુ નથી. 700 કિસાનો આંદોલન દરમ્યાન નિધન પામ્યા છે. તે તમામને ભાજપના બળવાખોર સાંસદ ગાંધી પરિવારના વરૂણ ગાંધીએ એક -એક કરોડની સહાય આપવા કેન્દ્ર સરકાર સમક્ષ પત્ર લખીને માંગણી કરી છે. તેમણે આંદોલનને હવા આપવા એમએસપી માટે કાયદા ઘડવા પણ માંગણી કરી છે. જો કે કેન્દ્ર સરકાર 3 વિવાદી કાયદા રદ્દ કરવા સિવાય વધારે કિસાનોની બીજી માંગણી સ્વીકારે તેમ રાજકિય નિરીક્ષકોને લાગતું નથી.

યુપી રાજભવન કી તસ્વીરે બયાં કરતી હૈ-
મોદી-યોગીની જુગલ જોડી
યુપીની ચૂંટણીમાં તમામ વિઘ્નો તોડી,
સપા-બસપા-ટિકૈતને મરોડી,
પ્રિયંકા-પંજાને દૂર દૂર હડસેલી
પાર લગાવશે કમલમની હોડી…

 49 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી