September 19, 2021
September 19, 2021

PM મોદીએ કટોકટીના બહાને કોંગ્રેસ પર કસ્યો તંજ

રાષ્ટ્રપતિના અભિભાષણ પર લોકસભામાં રજૂ કરાયેલા ‘આભાર પ્રસ્તાવ’નો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ મંગળવારે જણાવ્યું કે, દેશની જનતાએ તેમની પ્રથમ સરકારને તમામ કસોટીઓમાં ચકાસ્યા બાદ સમર્થન આપ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે, શાહ બાનોનો મામલો ચાલી રહ્યો હતો ત્યારે કોંગ્રેસના કોઈ મંત્રીએ કહ્યું હતું કે મુસલમાનોના ઉત્થાનની જવાબદારી કોંગ્રેસની નથી. જો તેઓ ગટરમાં પડ્યા રહેવા માંગ છે તો તેમને પડ્યા રહેવા દેવા જોઈએ.

મોદીએ કહ્યું , રાષ્ટ્રપતિજીએ પોતાના ભાષણમાં એ જણાવ્યું કે, આપણે ભારતને ક્યાં અને કેવી રીતે લઈ જવા ઈચ્છીએ છીએ. ભારતના સામાન્ય લોકોની આશા-આકાંક્ષાઓની પૂર્તિ માટે પ્રાથમિકતા શું હોવી જોઈએ, તેનો એક ખ્યાલ કરવાનો પ્રયાસ કર્યો. રાષ્ટ્રપતિજીનું ભાષણ સામાન્ય માણસની આશાઓનું પ્રતિનિધિત્વ છે.

 28 ,  1