PM મોદીએ ફગાવ્યો પ્રસ્તાવ, ઓમાન-ઈરાનના રસ્તે કિર્ગીસ્તાન જશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન પહેલી વખત સાંઘાઇ સમિટમાં મળશે. જોકે આ સાંઘાઇ સમિટ કિર્ગિસ્તાનમાં યોજાવાની હોવાથી ભારતથી ત્યાં જવા માટે પાકિસ્તાન પરથી પ્લેન પસાર કરવું જરુરી હોય છે. આ બેઠકનું આયોજન 13-14જૂન ના રોજ થનારું છે.

પરીણામે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્લેનને પાકિસ્તાનના હવાઇ માર્ગેથી પસાર કરવા માટે પાકિસ્તાન પ્રશાસનની અનુમતી લેવી પડી હતી. છેલ્લી ઘડી સુધી પાકિસ્તાને આ અંગે મૌન રાખ્યું હતું જોકે હવે અંતે મોદીના વિમાનને ઉડવાની અનુમતી આપી દીધી છે. પાકિસ્તાનનના વડાપ્રધાન ઇમરાન ખાન પણ આ સંમેલનમાં શામેલ થશે.

પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાનારા શાંઘાઈ સંગઠન (SCO) સમિટમાં સામેલ થવા માટે પાકિસ્તાનના એર વેનો ઉપયોગ નહીં કરે. વિદેશ મંત્રાલયએ બુધવારે કહ્યું કે, વડાપ્રધાન ઓમાન, ઈરાન અને મધ્ય એશિયાના દેશોના રસ્તે બિશ્કેક જશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું કે, બિશ્કેક જવા માટે ભારત સરકારે બે વિકલ્પ કાઢ્યા હતા. હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે વડાપ્રધાનનું વિમાન ઓમાન, ઈરાન અને મધ્ય એશિયાના દેશોના રસ્તે બિશ્કેક જશે. આ સંમેલનમાં ઈમરાન ખાન પણ હાજરી આપશે.

 11 ,  1