કોંગ્રેસની “ન્યાય” સામે મોદીની “સ્પેસ સ્ટ્રાઈક”…!

લોકસભા ચૂંટણી 2019નો વ્યુગલ વાગી ચુક્યો છે. રણભેરી દદુમ્ભી રહી છે. લાવ લશ્કર ગોઠવાઈ રહ્યા છે. સેનાપતિઓ વિવિધ હથિયારો સાથે સુસજ્જ થઇ રહ્યા છે. કોંગ્રેસના સેનાપતિ રાહુલ ગાંધીએ ન્યુનતમ આય યોજના – ન્યાય જાહેર કરી છે. જેમાં 20 ટકા ગરીબોને દર મહિને ઘર ચલાવવા માટે 6 હજાર રૂપિયા તેના ખાતામાં જમા થશે. દુનિયાના કોઈ દેશમાં અને ખાસ કરીને એશિયાના દેશોમાં તો આવી કોઈ યોજના અમલમાં નથી.

આ યોજનાની સામે ભાજપ શું જવાબ આપશે તેનો એક ઉલ્લેખ આ જ સ્થળેથી કરાયો હતો અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજો પ્રવચન કરીને સૌકોઈને જાન કરી આપને એવી ટેકનોલોજી વીક્સાવી છે કે અંતરિક્ષમાંથી ભારત પર સેટેલાઈટ વડે હુમલો કરે તો પણ અંતરિક્ષમાં જ તેને તોડી પાડવામાં આવશે. સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક અને હવે સ્પેસ સ્ટ્રાઈક કરીને ભાજપ અને વડાપ્રધાન મોદીએ ન્યાય યોજનાનો જવાબ આપ્યો છે.

543 બેઠકો માટે 10 લાખ કરતા વધારે મતદાર મથકો પર અંદાજે 90 કરોડ મતદારો મતદાન કરવાના છે. જો કે 100 ટકા મતદાન ક્યારેય થયું નથી આ વખતે ચૂંટણી પંચના પ્રયાસોથી મતદારની ટકાવારી વધી શકે. ગઈ વખતે 70 ટકાની આસપાસ મતદાન થયું હતું. કોંગ્રેસ જે 20 ટકા ગરીબો ગણાવે છે તેમાં 5 કરોડ પરિવારો અને 1 પરિવારમાં 5 સભ્યો ગણીએ તો 25 કરોડ લોકોને મહિને 6 હજાર આપવાની વાત છે.

મતદારો 6 હજારને ધ્યાનમાં રાખીને મતદાન કરશે કે પછી સર્જિકલ સ્ટ્રાઈક – એર સ્ટ્રાઈક – સ્પેસ સ્ટ્રાઈકથી હરખાઈને ભારત હવે સુરક્ષિત છે એમ માનીને મતદાન કરશે કે કેમ એતો 23 મેના રોજ EVM જવાબ આપશે. અત્યારે તો ન્યાય વિરુદ્ધ સ્ટ્રાઈકની બોલબાલા ચાલી રહી છે.

 25 ,  3