રાષ્ટ્રગીતના ગાન વખતે રડી પડ્યો મોહમ્મદ સિરાજ, Video થયો વાયરલ

  રાષ્ટ્રગીત દરમિયાન સિરાજની આંખોમાં આવવા લાગ્યાં આંસુ, બૂમરાહે સાંત્વના પાઠવી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 4 ટેસ્ટ મેચની સીરિઝની ત્રીજી ટેસ્ટ ગુરુવારથી સિડનીમાં શરૂ થઈ હતી. મેચ શરૂ થતાં પહેલાં બંને દેશોના રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું. ભારતનું રાષ્ટ્રગીત વાગતું હતું ત્યારે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ રડી પડ્યો હતો. રાષ્ટ્રગીત દરમિયાન મોહમ્મદ સિરાજ ભાવુક થઇ ગયો હતો અને તેની આંખોમાંથી આંસુ વહેલા લાગ્યાં હતાં. મોહમ્મદ સિરાજનો આ વિડિયો ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા શેર કરવામાં આવ્યો છે અને જોરદાર વાયરલ થઈ રહ્યો છે. સિરાજની બાજુમાં ઉભેલા ફાસ્ટ બોલર જસપ્રિત બૂમરાહે સિરાજને સાંત્વના આપીને શાંત કર્યો હતો. બૂમરાહ સાંત્વના આપી ત્યારે સિરાજે આંસુ લૂછ્યાં હતાં.

ભારત અને ઓસ્ટ્રેલીયા ની વચ્ચે હાલમાં ટેસ્ટ સીરીઝ રમાઇ રહી છે. સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચ સિડનીમાં રમાઇ રહી છે. ઓસ્ટ્રેલીયાના કેપ્ટન ટિમ પેને ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચની શરુઆતમાં જ વરસાદ નુ વિઘ્ન નડ્યુ હતુ. ઝડપી બોલર મહંમદ સિરાજે વોર્નરને પેવેલિયન મોકલીને ઝડપ થી ભારતને શરુઆતની સફળતા અપાવી હતી. વોર્નર 5 રન કરીને જ આઉટ થયો હતો. સિડની ટેસ્ટની શરુઆતે નેશનલ એન્થમ દરમ્યાન મહંમદ સિરાજ પોતાના પર કાબુ રાખી શક્યો નહોતો, અને તેની આંખોમાંથી આસુ નિકળી પડ્યા હતા.

જણાવી દઇએ, સિરાજે બીજી ટેસ્ટમાં મેલબોર્ન ખાતે ડેબ્યુ કર્યું હતું અને ડેબ્યુ ટેસ્ટમાં તેણે 5 વિકેટ ઝડપીને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સિરાજની આ બીજી ટેસ્ટ મેચ છે અને તેમાં તેણે પહેલી વિકેટ ઝડપીને શાનદાર પ્રદર્શ ચાલુ રાખ્યું છે.

 76 ,  1