મોહન ડેલકર આપઘાત કેસમાં આખરે ભાજપના નેતા સામે ગુનો દાખલ

ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી પ્રફુલ પટેલ વિરુદ્ધ FIR નોંધાઈ

પોલીસે લોકસભાના સાંસદ મોહન ડેલકરના મોત અંગે FIR નોધી છે. દાદરા અને નગર હવેલીના સાત વખતના લોકસભાના સાંસદ મોહન ડેલકર ૨૨ ફેબ્રુઆરીએ મુંબઇની એક હોટલમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ગુજરાતનાં માજી ગૃહમંત્રી સામે આ કેસમાં ફરિયાદ નોધવામાં આવી છે. મુંબઇ પોલીસમાં ગુજરાતરાજયના પૂર્વ ગૃહ મંત્રી અને દીવ-દમનના પ્રશાસક પ્રફુલ પટેલ સામે આ કેસમાં ફરિયાદ થતાં ચકચાર મચી છે. મોહન ડેલકર આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. દાદરા નગર હવેલીનાં કલેકટર વિરુદ્ઘ ફરિયાદ નોધાઇ છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ડેલકરના પરિવારના સભ્યો મંગળવારે મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી. અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા આત્મહત્યાના પ્રહાર અને એટ્રોસિટી નિવારણ અધિનિયમની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

 128 ,  1