અમદાવાદમાં ઇન્શ્યોરન્સ પોલીસીના નામે પૈસા પડાવતી ગેંગનો પર્દાફાશ, 8ની ધરપકડ

અમદાવાદમાં એક લાઈફ ઇન્સ્યોરન્સ પોલીસી લેવાના બહાને છેતરપિંડી કરવામાં આવી છે. લાઈફ ઈન્શ્યોરન્સ પૉલીસી લેવાના, રિફંડ, પોલીસ બંધ કરાવા તેમજ જુદા-જુદા બહાને લોકો પાસેથી પૈસા પડાવતી દિલ્હીની ગેંગે અમદાવાદ સાયબર ક્રાઈમે ઝડપી પાડી છે.

આરોપીઓ એક કંપની ચલાવતા હતા. જેમાં અલગ-અલગ ત્રણ પ્રોસેસ ચલાવતા હતા. વાડજ વિસ્તારના એકાઉન્ટન્ટને ફોન કરીને અજાણ્યા શખ્સે જણાવ્યું હતું કે તમારા પિતાજીના નામે પૉલીસી​​​​​​​ પાકી ગઈ છે. જેના તમારે 1.80 લેવા હોય તો નવી પૉલીસી​​​​​​​ લેવી પડશે. Exide Life Insurance Policy લેવડાવી હતી અને અન્ય પૉલીસી​​​​​​​ બંધ કરાવવા તેમજ જુદા-જુદા ચાર્જ પેટે અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં 37.73 લાખ ભરાવ્યા હતા.

ફિક્સ ડિપોઝિટ સ્કીમ ચલાવતા હતા, જેમાં એક વર્ષ માટે ફિક્સ ડિપોઝિટના નામે પાસે પૈસા પડાવતા હતા. MBBS અને NEETની પરીક્ષા પાસ કરી હોય તેવા વિદ્યાર્થીઓને વિદેશ જવા માટે માર્ગદર્શન આપતા હતા.

રિયલ એસ્ટેટની પ્રોસેસ કરતા હતા.આ કંપનીના ઓથા હેઠળ ભારતીય લાઈફ એક્સા અને અન્ય પૉલીસીનો ડેટા મેળવી, રિફંડ, પોલીસ બંધ કરાવા તેમજ જુદા-જુદા બહાને લોકો પાસેથી પૈસા પડાવતા હતા. આ મામલે સાયબર ક્રાઈમે ટેક્નિકલ એનાલિસિસના આધારે દિલ્હીથી 16 યુવતીઓ સહિત 24 લોકોની ધરપકડ કરી હતી.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી